Site icon News Continuous Bureau | Mumbai

Surat: સુરત જિલ્લા પંચાયતની અનોખી પહેલ, મત્સ્ય ઉછેર માટે જિલ્લાના આટલાથી વધુ તળાવો ઈજારા પર અપાશે.

Surat: સુરત પંચાયત દ્વારા મત્સ્ય ઉછેર માટે સુરત જિલ્લાના નવા ૭૫થી વધુ તળાવો ઈજારા પર અપાશે. મત્સ્યોદ્યોગની આવકથી ગ્રામ પંચાયતના સ્વ-ભંડોળમાં વધારો થશે. ગામમાં સુવિધાઓ વધશે, સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે અને ગામના વિકાસને વેગ મળશે

A unique initiative of Surat District Panchayat, more and more lakes in the district will be leased for fish farming.

A unique initiative of Surat District Panchayat, more and more lakes in the district will be leased for fish farming.

News Continuous Bureau | Mumbai

Surat: સુરત મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જિલ્લા પંચાયતના ઉપક્રમે સુરત જિલ્લાના ૭૦ ગામોના ૭૫ થી વધુ નવા તળાવોને મત્સ્ય ઉછેર માટે ટેન્ડર પ્રક્રિયાથી ઈજારા પર અપાશે. આ પ્રક્રિયાને અંતે વર્ષોથી એમ જ ખાલી પડી રહેલા તળાવોમાંથી ગ્રામ પંચાયતને અંદાજિત રૂ.૧ કરોડથી વધુ આવક થશે.  

Join Our WhatsApp Channel

              થોડા દિવસો અગાઉ જિલ્લા પંચાયત દ્વારા ઝુંબેશ રૂપે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં  આવેલ તળાવોનો ( lakes ) સર્વે કરાયો હતો. સર્વેમાં જિલ્લાના ૭૫ થી વધુ નવા તળાવો મત્સ્ય ઉછેર ( Fish farming ) માટે અનુકુળ હોવાનું જણાયું હતું. હવે સરકારી ગાઈડલાઈન અનુસાર ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાશે. જેમાં ઓલપાડ તાલુકાના ૫૭, માંડવીના ૮, મહુવામાં ત્રણ, માંગરોળ અને પલસાણા તાલુકામાંથી ૩-૩ તળાવો, બારડોલીના ૨ અને કામરેજ તાલુકાના ૧ મળી કુલ ૭૫ થી વધુ તળાવોનો ટેન્ડર પ્રક્રિયાથી મત્સ્ય ઉછેર માટે ઇજારો આપવામાં આવશે. 

            જિલ્લા પંચાયત ( District Panchayat ) દ્વારા ગામોને ગામના તળાવો મત્સ્ય ઉછેર માટે ઈજારા પર આપવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી ગ્રામ-પંચાયતની સ્વ-ભંડોળની આવકમાં વધારો થતા ગામમાં સુવિધાઓ વધશે, સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે અને ગામના વિકાસને વેગ મળશે. દેશની બ્લુ રિવોલ્યુશન(ભૂરી ક્રાંતિ)માં સુરત જિલ્લાનું યોગદાન વધશે. 

આ સમાચાર પણ વાંચો :  PM Modi Quad Summit: PM મોદીની થઈ જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત, ભારત-જાપાન વચ્ચેના બહુપક્ષીય સંબંધોની કરી સમીક્ષા

          વડાપ્રધાન એ પણ દક્ષિણ ગુજરાતના “જળ સંચય જનભાગીદારી” કાર્યક્રમની સરાહના કરીને “વોટર ઈકોનોમી” ( Water Economy ) ના વિકાસની પ્રેરણા આપે છે. તેઓ પણ માને છે કે પાણી સંરક્ષણના સ્ત્રોતના યોગ્ય વ્યવસ્થાપનથી રોજગારીની તકો ઉભી થાય છે.’ જે જિલ્લા પંચાયત સુરતની આ પહેલથી સાર્થક થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version