Adani Foundation: સશક્ત ઉમરપાડા માટે અદાણી ફાઉન્ડેશનના સંકલિત પ્રયત્નો

Adani Foundation: સરકારના કે.વી.કે., વન વિભાગ, સમાજ કલ્યાણ, જિલ્લા પંચાયતના સહયોગ અને સંકલનમાં વિવિધ પ્રવૃતિને સફળતા

by Akash Rajbhar
Adani Foundation's coordinated efforts for empowered aging

News Continuous Bureau | Mumbai

  • ઉમરપાડાના ૧૦૦૦ આદિવાસી પરિવાર કિચન ગાર્ડન થકી પાંચ કરોડથી વધુની વાર્ષિક બચત કરશે
  • ખેડૂત, મહિલાઓ, કોટવાળિયાના સ્વસહાય જૂથ બનાવી વિવિધ પ્રવૃતિ થકી સશક્તિકરણના સામૂહિક પ્રયત્નોને હકારાત્મક સફળતા

દેશના સૌથી વિશાળ કોર્પોરેટ સમૂહ અદાણી ગ્રૂપના સામાજિક પ્રવૃતિ કરતાં અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતના સમયથી સુરતના સૌથી છેવાડાના પર્વતીય અને આદિવાસી વિસ્તાર એવા ઉમરપાડા તાલુકામાં સંકલિત પ્રયત્નો થકી સ્થાનિક આદિવાસી પ્રજાની સુખાકારી, રોજગાર, આવક અને આરોગ્યને લગતા વિવિધ પ્રોજેકટ ચલાવી રહી છે. એ સંદર્ભે જ વર્ષના છેલ્લા મહિનામાં ખેડૂતો માટે સોલર વોટર પંપ, પશુધન માટે તાલુકાનું પ્રથમ સાઇલેજ મશીન, મહિલાઓ ઘર આંગણે કિચન ગાર્ડન વિકસાવે, ખેતી સુધાર માટે સારી ગુણવત્તાનું બિયારણ અને ખાતરનું વિતરણ, વાંસ કલાકાર કોટવાળિયા સમુદાયને પગભર કરવાના ઉપાય, શહેરના નિષ્ણાંત તબીબ સાથે નેત્ર શિબિર અને સારવાર જેવી અનેકવિધ પ્રવૃતિ કરી રહ્યા છે.

Adani Foundation's coordinated efforts for empowered aging

ઉમરપાડા તાલુકાના વિવિધ ગામમાં ખેડૂત જાગૃતિ અને ખેત સુધાર તાલીમના અનેક કાર્યક્રમનું આયોજન થતાં રહે છે. ખેડૂતને સુધારેલી જાતના બિયારણનું નિઃશુલ્ક વિતરણ થવાથી ખેડૂતને ખેતી ખર્ચ ઘટશે અને આવક વધશે. અદાણી ફાઉન્ડેશનની કિચન ગાર્ડનની પહેલ થકી ઉમરપાડા તાલુકાના ૧૦૦૦ પરિવારના વાડા અથવા આંગણામાં ઓર્ગેનિક શાકભાજી ઊગતી થઈ છે જે પોતાના ઉપયોગમાં લઈ રહી છે. એક અંદાજ મુજબ એક પરિવાર રોજ ૮૦ રૂપિયા તાજા શાકભાજી માટે ખર્ચ કરતું એ હવે બંધ થતાં સમગ્ર તાલુકામાં સાડા પાંચ કરોડથી વધુની બચત બહેનો પોતાના કિચન ગાર્ડન થકી કરશે એવો અંદાજ છે.

આ સમાચાર પણ વાંચો  : Gujarat Abhayam : વારંવાર આત્મહત્યા કરવાની ધમકીઓ આપતી ૧૫ વર્ષની કિશોરીને ૧૮૧ અભયમની ટીમે જીવનની નવી શરૂઆત કરવા પ્રેરિત કરી

ઉમરપાડા તાલુકામાં ખેતી વરસાદ આધારિત છે. ખેતી માટે સિંચાઇ વ્યવસ્થા માટે અદાણી ફાઉન્ડેશનએ બોરવેલ અને મોટરની વ્યવસ્થા કરી આપતા ધાણાવડ ગામના વીસ ખેડૂતની આવક હવે પાંચ ગણી થવાનો અંદાજ છે. તાજેતરમાં જ બોરવેલ ઉપર લાગેલી મોટરને સૌર ઉર્જા સંચાલિત પંપ સાથે જોડી દેવામાં આવી છે. એથી સિંચાઇ ખર્ચ પણ ઘટી જશે. આવા અનેક પ્રકારના ખેડૂતો માટે અને ખેત પેદાશની ગુણવત્તા સુધાર માટે ઉમરપાડા વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે.

Adani Foundation's coordinated efforts for empowered aging

પશુપાલન એ ઉમરપાડા વિસ્તારમાં આવકનો મુખ્ય સ્ત્રોત છે. પશુઓનો ચારો વધુ સારો થાય અને પશુ વધુ દૂધ આપે એ માટે સાઇલેજ મશીન તાજેતરમાં જ ભાવેશ ડોંડા (AGM – કોર્પોરેટ અફેર્સ હજીરા અને દહેજ) અને શીતલ પટેલ (યુનિટ હેડ CSR) અને ગ્રામજનોની હાજરીમાં સ્વસહાય જૂથની મહિલાના સમૂહને અર્પણ કર્યું હતું. ઘાસચારા માટેનું આ પ્રકારનું આ પ્રથમ મશીન ઉમરપાડા તાલુકામાં આવ્યું હોવાનું ગ્રામજનોનું કહેવું હતું.

આ સમાચાર પણ વાંચો  : Wheat Procurement: જગતના તાત માટે ખુશીના સમાચાર, ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી આ પાક લઘુત્તમ ટેકાના ભાવે સીધી ખરીદી કરશે

સમગ્ર ઉમરપાડા તાલુકામાં વસતા કોટવાળિયા સમુદાય માટે વાંસના કારીગરોને તેમની હસ્તકલાને ટેકો આપવા માટે સાધનો અને મશીનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનો કારીગરોને ડિઝાઈનમાં નવીનતા લાવવા, પ્રોડક્ટ ફિનિશિંગમાં સુધારો કરવા અને પોલિશિંગ તકનીકોને વધારવા માટે સક્ષમ બનાવશે. અમદાવાદ, સુરત, સાપુતારા જેવા સ્થળો યોજાયેલા મેળામાં આ સમુદાયની બહેનોને ભાગ લેવડાવતા એમને ૫૦ હજાર જેટલી આવક થઈ હતી. સરકારની વિવિધ યોજના પણ આ પરિવારોને મળે એ માટેની વ્યવસ્થા અદાણી ફાઉન્ડેશનએ કરી છે.

ઉમરપાડા તાલુકા માં એપ્રિલ ૨૦૨૪ થી પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ ની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ સાથે મળી ને કુપોષણ ના પ્રમાણ ને ઘટાડવા માટે ના સઘન પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રોજેકટ હેઠળ તાલુકાની દરેક આંગણવાડી સાથે એક સુપોષણ સંગીની કાર્યરત થઈ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More