Agriculture :સુરત જિલ્લામાં આ પાકના આગોતરા વાવેતર માટે નાયબ ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર

Agriculture : બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળી, સરકારી સંસ્થા વગેરે પાસેથી કરવી

by kalpana Verat
Agriculture Guidelines for early planting of this crop in Surat

News Continuous Bureau | Mumbai 

 Agriculture : હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સંભવિત તા.૧૯મી જૂનથી ચોમાસા ( Monsoon ) ની શરૂઆત થઈ શકે છે. તેથી કપાસ ( Cotton ) પાકના આગોતરુ વાવેતર ( Advance planting )  જેમને પીયતની સગવડતા હોય તે ખેડૂતો ( farmers ) દ્વારા કરવું અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. તેમજ છેતરપિંડીથી બચવા ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદ્યું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવું. 

આ સમાચાર પણ વાંચો:  તમે દર મહિને 5000 રૂપિયાની બચત કરીને તમે બની શકો છો કરોડપતિ.. જાણો શું છે આ સંપૂર્ણ ગણિત

Agriculture : જુદા જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવી 

રાજ્યમાં કપાસ પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવુ જેથી સંભવિત જોખમ નિવારી શકાય. આમ, બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી જુદી જાત અને જુદા જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવી જોઈએ. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સિવાયના અન્ય ખાતરો ફરજિયાત અપાતા હોવાની બાબત ધ્યાને આવે તો નજીકના જિલ્લાની ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામકની કચેરી, સુરત દ્વારા જણાવવામાં આવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Join Our WhatsApp Community

You may also like