News Continuous Bureau | Mumbai
Surat: સુરતના માંડવી તાલુકાના જામકુઈ ( Jamkui ) સહકારી માધ્યમિક શાળા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાના ( Parbhubhai Vasava ) ઉપસ્થિતિમાં ઓમ સુરવયમ ટ્રસ્ટ દ્વારા આયોજીત સર્વરોગ નિદાન અને સારવાર શિબિર યોજાઈ હતી. જેમાં જનરલ સર્જરીના ૩૦, મેડીસીનના ૬૦, ઈસીજીના ૧૦, ઓર્થોપેડીક ૮૦, ડેન્ટલ ૩૦, સ્કિન ૨૫, આઈ કેટરેક્ટ સર્જરી, ૪૦ અને ચશ્માના ૧૦૦ મળી કુલ ૩૭૫ દર્દીઓએ સારવાર લીધી હતી.
તાપી વન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ, વી કેર કોલેજ ઓફ નર્સિંગ, ઓમ આર્યામ ટ્રસ્ટ અને કરુણા ફાઉન્ડેશન બારડોલીના સહયોગથી આયોજિત શિબિરમાં ( All disease diagnosis and treatment camp ) વિના મૂલ્યે કાર્ડિયોગ્રામ અને બ્લડ શુગરની તપાસ, દવા વિતરણ, આંખના નંબર તપાસી ચશ્મા વિતરણ, મોતિયા બિંદુનું ઓપરેશન, દાંતની તપાસ, રાહત દરે ચોકઠાની તપાસ અને અન્ય ઓપરેશન જેવી સેવાઓ આપવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Gujarat: ગુજરાતના આદિજાતિ યુવક-યુવતીઓ માટે ‘વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય યોજના’, વાર્ષિક ૪%ના વ્યાજ દરે મળશે રૂ .૧૫.૦૦ લાખની લોન
સર્વરોગ નિદાન શિબિરમાં ડૉ. ખુશાલ દેસાઈ, ડૉ.રંજનબેન દેસાઈ, ડૉ.મનસુખભાઈ, ડૉ.નટવર વસાવા, ડૉ. આનંદ પટેલ, ડૉ.અમી પટેલ, ડૉ. બિપિન પટેલ અને ડૉ.અતુલ દેવાએ સારવાર આપી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.