Surat: સુરતના આ જિલ્લામાં રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને ખૂલ્લો મૂકાયો

Surat: કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને ખૂલ્લો મૂકાયો આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટનું નિર્માણ થતા સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છેઃ સાંસદ સી.આર.પાટીલ સુમુલ ડેરી પશુપાલકોને સ્વરોજગારીની તકો આપવા સાથે સ્વનિર્ભર બનાવી રહી છેઃ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્ય સરકારે સહકારી ચળવળો થકી નાના ખેડૂતોને વધુ મજબૂત કરી પગભર કર્યા છેઃ સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ સી.આર.પાટિલ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિ રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરી દ્વારા કામરેજના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટ

by Hiral Meria
Amul ice cream plant expansion and ice cream waffle cone making plant opened at a cost of Rs.150 crore at Navi Pardi in Kamrej taluka

News Continuous Bureau | Mumbai

Surat:  સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરીના ( Sumul Dairy ) ઉપક્રમે કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને ( ice cream waffle cone making plant ) સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ સાંસદ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટીવ (પી.એલ.આઈ.) સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકારે સુમુલ ડેરીને આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ માટે રૂ.૨.૫૧ કરોડનું ઇન્સેન્ટીવ આપ્યું છે. 

               રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત જિલ્લાના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટના ( Amul ice cream plant expansion ) શુભારંભ પ્રસંગે સાંસદશ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ જરૂરી છે, ગ્રામવિકાસ માટે પશુપાલન ઉદ્યોગ ( Animal husbandry industry ) અને દૂધ ઉત્પાદન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે આ ક્ષેત્રે સુમુલ ડેરી સુરત જિલ્લાના પશુપાલકોના દૂધની ખરીદી કરી યોગ્ય કિંમત પૂરી પાડી તેમને આર્થિક સક્ષમ કરવાનું કાર્ય કરી રહી છે. સુમુલમાં રોજ ૨૭ લાખ લીટર દૂધ એકત્ર થાય છે, જેમાં ૮૦ ટકા દૂધ આદિવાસી વિસ્તારમાંથી આવે છે. આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટના કારણે થતા સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. સુમુલ ડેરીના પારદર્શક વહીવટથી રાજ્યના દૂધ ઉત્પાદન અને સહકાર ક્ષેત્રે આગવી ઓળખ ઉભી થઈ છે, એટલું જ નહીં, રાજ્યના વિકાસમાં તેમજ પશુપાલકોની આર્થિક ઉન્નતિમાં સુમુલ ડેરી મહત્વનું યોગદાન આપી રહી છે. 

Amul ice cream plant expansion and ice cream waffle cone making plant opened at a cost of Rs.150 crore at Navi Pardi in Kamrej taluka

Amul ice cream plant expansion and ice cream waffle cone making plant opened at a cost of Rs.150 crore at Navi Pardi in Kamrej taluka

               ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સુમુલ ડેરી પશુપાલકોને સ્વરોજગારીની તકો આપવા સાથે સ્વનિર્ભર બનાવી રહી છે. અગાઉ રાજ્યની તમામ ડેરીઓ આઈસ્ક્રીમના કોનની ખરીદી પ્રાઈવેટ સંસ્થાઓમાંથી કરતા હતા, પરંતુ હવે કોન મેકિંગ સમુલ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યની તમામ ડેરી સુમુલ પાસેથી કોનની ખરીદી કરશે. જેથી સુમુલની આવકમાં વૃદ્ધિ થશે, જેના સીધો ફાયદો પશુપાલકોને થવાનો છે. પશુપાલકોની આવકમાં વૃદ્ધિ થતાં તેમનું જીવનધોરણ ઉન્નત થશે. પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની પશુપાલકોના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓનો બહોળો લાભ પશુપાલકોએ લેવો જોઈએ એવો અનુરોધ તેમણે કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : India’s HDI: ભારતીય લોકોની ઉંમર અને આવક વધી, UN હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આવ્યો સુધારો, UNએ વખાણ કરતાં કહ્યું – અમેઝિંગ

                 આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડેલને સમગ્ર દેશે સ્વીકાર્યું છે, એવી જ રીતે ગુજરાતના સહકારી મોડેલનો પણ સ્વીકાર થયો છે. સરકારે આઝાદીના ૭૫ વર્ષની પૂર્ણતાના અવસરે સહકારી ચળવળોને વેગવાન બનાવી નાના ખેડૂતોને વધુ મજબૂત કરી પગભર કર્યા છે. વડાપ્રધાનશ્રીના દૂરદર્શી વિઝન હેઠળ દેશમાં અલાયદુ સહકાર મંત્રાલય સ્થાપિત કરાયું છે, જેના થકી દેશના સહકાર ક્ષેત્રની વિશેષ અને અવિરત કાળજી લેવામાં આવી રહી છે એમ જણાવી પશુપાલકોના હિત માટે સુમુલ ડેરીના પ્રયાસોને બિરદાવ્યા હતા.

Amul ice cream plant expansion and ice cream waffle cone making plant opened at a cost of Rs.150 crore at Navi Pardi in Kamrej taluka

Amul ice cream plant expansion and ice cream waffle cone making plant opened at a cost of Rs.150 crore at Navi Pardi in Kamrej taluka

           સહકાર ક્ષેત્રનું સમાજના વિકાસમાં મહત્વ વર્ણવી સહકાર એટલે મોટા સપના, સંકલ્પ અને સિદ્ધિ એમ જણાવી દેશના અમૃતકાળમાં ‘સહકારથી સમૃદ્ધિ’ થકી વિકાસની નવી રાહ ઉભી થઈ હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

             સુમુલના ચેરમેનશ્રી માનસિંહભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી નવી પારડી આઈસ્ક્રીમ પ્લાન્ટ ખાતે અગાઉ ૫૦ હજાર લીટર પ્રતિદિન ઉત્પાદન ક્ષમતા હતી, જેમાં વિસ્તૃતિકરણ બાદ વધારો થતા પ્રતિદિન ૧ લાખ લીટર આઈસ્ક્રીમ તૈયાર થશે એમ જણાવી સુમુલ ડેરીની પ્રગતિની વિગતો આપી હતી.  

                            આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંદિપભાઈ દેસાઈ, ગણપતસિંહ વસાવા, સુમુલના ચેરમેન માનસિંહભાઈ પટેલ, વાઈસ ચેરમેનશ્રી રાજુભાઈ પાઠક, સુમુલના મેનેજિંગ ડિરેક્ટરશ્રી અરૂણભાઈ પુરોહિત, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, વિવિધ સહકારી મંડળીના પ્રમુખો, પ્રતિનિધિઓ, સુમુલના ડિરેક્ટરો, સહકારી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More