News Continuous Bureau | Mumbai
Mandvi : સુરત, બારડોલી તથા માંડવી ફેમિલીકોર્ટ ( Mandvi Family Court ) ખાતે સરકારના નિયમો અનુસાર માનદવેતન પ્રમાણે કાઉન્સેલરોની ( counsellors ) નિમણૂંક કરવા માટે અરજદારો પાસેથી અરજીઓ મંગાવાઈ છે. જે અંગેની વિગતવાર જાહેરાત તથા અરજીનો નમૂનો ફેમિલી કોર્ટ, સુરત ( Surat ) ખાતેથી અથવા જિલ્લા અદાલત સુરતની વેબસાઈટ https://surat.dcourts.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓના અરજી ફોર્મ તા.૦૧/૦૭/૨૦૨૪ થી તા.૦૮/૦૭/૨૦૨૪ સુધીમાં ઓફિસ સમય દરમિયાન રૂબરૂ અથવા રજીસ્ટર્ડ પો.એ.ડી. દ્વારા ફેમિલી કોર્ટ, સુરત ખાતે મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ અરજીઓ ( applications ) સ્વીકારવામાં આવશે નહીં કે ધ્યાને લેવામાં આવશે નહીં. તા.૮મી જુલાઈ બાદ આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિં. ઈન્ટરવ્યુ તા.૧૮, ૧૯ અને ૨૦ જુલાઈ ત્રણ દિવસ યોજાશે. તેમ સુરત ફેમિલી કોર્ટના ( Surat Family Court ) પ્રિન્સીપાલ જજ એમ.એન.મનસુરી દ્રારા જણાવાયું છે
આ સમાચાર પણ વાંચો: Silver Price Hike: ચાંદીના ભાવ તેના સર્વકાલીન ઊંચાઈએ પહોંચ્યા, છતાં માંગ વધી, એક વર્ષમાં જબરદસ્ત વધારો.. જાણો વિગતે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.