Olpad: ઉચ્ચ શિક્ષણ માટે સરકારી કુમાર છાત્રાલય-ઓલપાડ ખાતે પ્રવેશ મેળવવા આ તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરવી

Olpad : આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગ, SC અને STના કુમારોએ વર્તમાન વર્ષે ઉચ્ચ શિક્ષણ માટે સરકારી કુમાર છાત્રાલય-ઓલપાડ ખાતે પ્રવેશ મેળવવા તા.૩૦ જૂન સુધીમાં ઓનલાઈન અરજી કરવી. પ્રવેશ મેળવવા ઇચ્છુક અને નિયત માપદંડોની પાત્રતા ધરાવતા કુમારોએ પ્રવેશ માટે esamajkalyan.gujarat.gov.in પર અરજી કરવી

by Hiral Meria
Apply online by this date to get admission in Govt Kumar Hostel - Olpad for higher education

News Continuous Bureau | Mumbai

Olpad : આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછા, વધુ પછતા, વિચરતી અને વિમુકત, આર્થિક રીતે  પછાતવર્ગ, અનુસુચિત જાતિ અને જનજાતિ જાતિના  મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમાં, આર્ટસ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક તેમજ ધો.૧૧-૧૨ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની ( higher education ) પૂરતી તક આપવા હેતુસર નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ( Viksit Jati Kalyan  ) , ગાંધીનગર દ્વારા સરકારી છાત્રાલયોની ( Government Hostels ) સવલત આપવામાં આવે છે. આવા સરકારી છાત્રાલયોની યાદી  esamajkalyan.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ છે. ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે સરકારી કુમાર છાત્રાલય-ઓલપાડ ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છુક અને નિયત માપદંડોની પાત્રતા ધરાવતા કુમારોએ પ્રવેશ માટે ઉપરોકત વેબસાઈટનો સંપર્ક કરી તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી ઓનલાઈનથી અરજી કરવી. તમામ નિયમો અંગેની વિગતો વેબસાઈટ પરથી મળી રહેશે.  મકાનની ક્ષમતા અને પેટા અનામતના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે. વધુ વિગતો માટે નાનપુરા સ્થિત નાયબ નિયામકની વિકસતી જાતિની કચેરીનો સંપર્ક સાધવા સુરતના ( Surat ) જિલ્લા નાયબ નિયામક(વિકસતિ જાતિ) દ્વારા જણાવાયું છે.  

આ સમાચાર પણ વાંચો:  Surat: સુરત જિલ્લાના ખેડૂતોને ડાંગર પાકમાં રોગ-જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીની માર્ગદર્શિકા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More