News Continuous Bureau | Mumbai
Surat : શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ( Rural Patients ) માટે શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલોમાં લેવામાં આવેલી સારવાર માટે પાલિકાના નીતિ નિયમો અનુસાર જરૂરિયાતમંદ દર્દીઓને થયેલા ખર્ચ બાબતે મેયર નિધિમાંથી ( Mayor Fund ) આર્થિક સહાય મેળવવા અરજીઓ કરવામાં આવી હતી. જેમાં ગત તા.૧લી જુલાઈના રોજ મેયરનિધિની મળેલી મિટિંગમાં ૪૯૮ જેટલા લાભાર્થીઓની ૧.૧૧ કરોડની સહાય મજુર કરીને આવી હતી.
મેયરનિધિ સમિતિની આર્થિક સહાયની ( Financial aid ) સૌથી ઝડપી ચુકવણી છે જેમાં મિટિંગમાં મંજુર થયાના ફક્ત ૧૫ દિવસમાં જ આ સહાય લાભાર્થીને પહોંચતી કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : Leprosy Case Detection Campaign: સુરત અને તાપી જિલ્લામાં ‘રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન’ કાર્યક્રમ હેઠળ LCDC (લેપ્રસી દર્દી શોધ અભિયાન)ની પૂર્ણાહુતિ
આજે સુરત મહાનગરપાલિકાના ( Surat Municipal Corporation ) સરદાર ખંડમાં મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે. મેયરશ્રી ડૉ. નરેન્દ્રભાઈ પાટીલ, અધ્યક્ષશ્રી સ્થાયી સમિતિ રાજનભાઈ પટેલ, મેયર નિધિ સમિતિના ( Surat Mayor Fund ) સદસ્યો, વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓની હાજરીમાં મેયરનિધિના લાભાર્થીઓને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.