News Continuous Bureau | Mumbai
Lok Sabha Election: ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહેરનામા ( Announcements ) દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની ( District Magistrate ) હદના સમગ્ર સુરત જિલ્લાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના એજન્ટ, કાર્યકરો ( Workers ) કે સમર્થકો દ્વારા પર્યાવરણને હાનિકારક પ્લાસ્ટિક, પોલીથીન ( Polythene ) જેવી સામગ્રીનો ચૂંટણી સંબંધી પ્રચાર સામગ્રીમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.
આ સમાચાર પણ વાંચો : Border disputes : ભારત-ચીન સરહદ વિવાદ પર બેઠક યોજાઈ, LACમાંથી સૈનિકો પાછા હટાવવા પર થઇ ચર્ચા..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.