Surat RTO: સુરત RTOનાં નામે ખાનગી નંબર પરથી આવતા ફેક વૉટ્સઅપ મેસેજ્થી સાવધાન: વાહન પરિવહનના નામે મોકલાતી લિંક પર ક્લિક કરવું નહીં

Surat RTO: વાહન પરિવહન પોર્ટલ પર વાહન નંબર સહિતની વિગતો ભરી ચલણની વિગતો મેળવી ઓનલાઈન પેમેન્ટ પણ શક્ય. સુરત RTO વિભાગ દ્વારા વાહનમાં ચલણ ભરવા માટે વાહનવ્યવહાર વિભાગની અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરવા અનુરોધ

by Hiral Meria
Beware of fake WhatsApp messages from private numbers in the name of Surat RTO Do not click on links sent in the name of vehicle transport

News Continuous Bureau | Mumbai

Surat RTO: સુરત આર.ટી.ઓના નામે સુરતથી ( Surat ) નોંધણી પામેલા વાહન ચાલકોને વાહન પરિવહનના ( vehicular transportation ) નામે વૉટ્સઅપ મેસેજ કરવામાં આવી રહ્યા છે. જેમાં વાહન પરિવહન પોર્ટલના નામથી લિંક મોકલવામાં આવે છે. આ અંગે આર.ટી.ઓ વિભાગ દ્વારા ક્યારેય વૉટ્સઅપ મેસેજ ( WhatsApp message ) કરવામાં આવતા નથી. વાહન પરિવહન પોર્ટલ પર રજિસ્ટર્ડ વાહન નંબર અને અન્ય વિગતો એન્ટર કર્યાબાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવતા OTP એન્ટર કરીને વાહન પરના ચલણની વિગતો મેળવી શકાય છે. જેનું ઑનલાઈન પેમેન્ટ ઈ-ચલણ પોર્ટલ ( E-Challan Portal ) પર જ કરી શકાય છે. જેથી કોઈ પણ ખાનગી નંબર પરથી વાહન પરિવહનના નામે વૉટ્સઅપ મેસેજ આવે અને એમાં લિંક મોકલવામાં આવે તો એ લિંક પર ક્લિક કરવું નહીં. આવી કોઈ પણ લિંક કે વૉટ્સઅપ મેસેજ સુરત RTO વિભાગ દ્વારા મોકલવામાં આવતો નથી. તથા વાહનમાં ચલણ ભરવા માટે વાહનવ્યવહાર વિભાગની અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરવા પ્રાદેશિક વાહનવ્યવહાર વ્યવહાર અધિકારી, સુરતની યાદીમાં જણાવાયું છે.  

આ સમાચાર પણ વાંચો :  Mumbai News : Water Cut મુંબઈમાં અનેક ઠેકાણે પાણી કપાત. પમ્પિંગ સ્ટેશનમાં વીજળી ખોરવાતા મોટી સમસ્યા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More