News Continuous Bureau | Mumbai
Surat : સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્ક ( Blood Bank ) દ્વારા ‘બ્લડ ડોનર…થેન્ક યુ’ થીમ પર ‘વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૮૬ રક્તદાતાઓએ પોતાનું ૪૫૦ એમએલ રક્તનું દાન કરીને ૩૮.૭૦૦ મિલીમીટર રક્ત એકત્ર કરાયુ હતુ.

Blood Bank of smimer hospital surat celebrated ‘World Blood Donor Day’ on the theme ‘Blood Donor…Thank You’
૨૪X૭ કલાક કાર્યરત રહેતી સ્મીમેરની ( smimer hospital ) બ્લડ બેન્કમાં પેથોલોજી વિભાગના વડા અરૂણિમા બેનર્જી અને ડો.જોષીએ પણ રક્તદાન કરી શહેરીજનોને સ્વૈચ્છિક રક્તદાન કરવા અનુરોધ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Ice Cream Centipede Case: નોઈડામાં આઈસ્ક્રીમની અંદરથી મળી આવ્યો કાનખજૂરો, ફુડ સેફ્ટી વિભાગે તપાસ શરુ કરી.
આ પ્રસંગે મનપાના હોસ્પિટલ કમિટી ચેરમેન મનિષાબેન આહિર, સ્મીમે બ્લડ બેન્કના IHBT વિભાગના વડા ડો.અંકિતાબેન શાહ, વિવિધ વિભાગના વડાઓ, મેડિકલના વિદ્યાર્થીઓ, IHBT સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

Blood Bank of smimer hospital surat celebrated ‘World Blood Donor Day’ on the theme ‘Blood Donor…Thank You’
વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે રક્તની ઉણપથી પીડાતા લોકોને મદદ કરવાનો રક્તદાનનો હેતુ

Blood Bank of smimer hospital surat celebrated ‘World Blood Donor Day’ on the theme ‘Blood Donor…Thank You’
દાન કરાયેલ લોહીનો ઉપયોગ સામાન્ય રીતે વિવિધ તબીબી સારવાર જેમ કે એનિમિયા, સ્ટ્રોક અને કેન્સરની સારવાર માટે થાય છે. રક્તદાનની પ્રક્રિયામાં વ્યક્તિ સામાન્ય રીતે પોતાનું રક્ત બ્લડ બેંક અથવા એવી સંસ્થાને આપે છે જે જરૂરિયાતમંદો માટે રક્ત એકત્ર કરે છે. રક્તદાન વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે રક્તની ઉણપથી પીડાતા લોકોને મદદ કરવાના એકમાત્ર હેતુથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં રક્તદાન વિશે જાગૃતિ વધારવા અને વધુને વધુ લોકોને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Blood Bank of smimer hospital surat celebrated ‘World Blood Donor Day’ on the theme ‘Blood Donor…Thank You’
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.