News Continuous Bureau | Mumbai
BIS Raid : બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના અધિકારીઓએ બ્યુરોના માન્ય લાઇસન્સ ( BIS License ) વિના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત રમકડાં વેચતા વેપારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ પાસેથી માન્ય લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત રમકડાં વેચતા બે દુકાનદારો રાજેશ્વર ટોય વર્લ્ડ, જૈન પેઢી પાસે, દેસાઈ પોલ, ગોપીપુરા મેઈન રોડ અને નટરાજ ગેમ્સ અને ટોયઝ, નાગર ફળિયા, બેંક ઓફ બરોડા સામે, ચૌટા બજાર, ગાંધી ચોક પર BIS દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ બંને વ્યાપારીઓ; રાજેશ્વર ટોય વર્લ્ડમાંથી ૧૭૦૦ અને નટરાજ ગેમ્સ અને ટોયઝમાંથી ૭૭૦૦ મળી કુલ આશરે ૯૪૦૦ નંગ ISI માર્ક ( ISI Mark ) વગરના કુલ રમકડાં જપ્ત કરવામાં આવ્યા છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.*

Bureau of Indian Standards (BIS) raids on two toy traders in Surat
BIS Raid : જાન્યુઆરી-૨૦૨૧થી ISI ચિહ્ન વિના કોઈપણ ઉત્પાદક અથવા વેપારી દ્વારા રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ છે
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ( Union Ministry of Commerce & Industry ) ૨૫ ફેબ્રુઆરી-૨૦૨૦ ના હુકમથી ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા રમવામાં આવતા રમકડાં ( Toy merchants ) પર ૧ જાન્યુઆરી, ૨૦૨૧ થી ISI ચિહ્ન ફરજિયાત કરવામાં આવ્યું છે, એટલે કે, ISI ચિહ્ન વિના કોઈપણ ઉત્પાદક અથવા વેપારી રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં. જો આમ કરવામાં આવે તો BIS એક્ટના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવે છે. આ ગુનામાં બે વર્ષ સુધીની કેદ અથવા ઓછામાં ઓછા રૂ. બે લાખનો દંડ અથવા બંને થઈ શકે છે.

Bureau of Indian Standards (BIS) raids on two toy traders in Surat
આ સમાચાર પણ વાંચો: PAN–Aadhaar Linking : મોટી રાહત; જેમણે PAN-Aadhar લિંક નથી કર્યા તેમને માટે આ સમાચાર
BIS Raid : BISના માન્ય લાયસન્સ વિના રમકડા વેચતા વેપારીઓની બાતમી BISને આપવા અનુરોધ
અનૈતિક ઉત્પાદકો અને વેપારીઓ લોકોને છેતરવા માટે BIS- ભારતીય માનક બ્યુરોના લાયસન્સ વિના તેમજ ISI ચિહ્ન વિનાના રમકડા સહિતની ચીજવસ્તુઓ બનાવે અને વેચે છે. BIS સમયાંતરે આવી સામગ્રીના ઉપયોગને કારણે લોકોને છેતરપિંડી અને સંભવિત સુરક્ષા જોખમોથી બચાવવા માટે ચોક્કસ બાતમીના આધારે શ્રેણીબદ્ધ દરોડા પાડે છે. કોઈપણ વ્યક્તિ કે જેમની પાસે BIS પ્રમાણપત્રના દુરુપયોગ વિશેની માહિતી હોય અથવા આ પ્રકારની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કે વેચાણ કરતા હોય ચીફ, બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ, સુરત બ્રાન્ચ ઑફિસ, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કરીમાબાદ એડમિન બિલ્ડીંગ, ઘોડદોડ રોડ નો રૂબરૂ સંપર્ક કરી શકે છે, અથવા (ફોન: 0261- 2990071, 2991171, 2992271, 2990690), subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા ફરિયાદ કરી શકાય છે. આવી માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે એમ એસ.કે. સિંહ, વરિષ્ઠ નિદેશક અને પ્રમુખ, સુરત ( Surat ) બ્રાન્ચ ઓફિસની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.