Site icon

Surat Ahir Samaj Mass Marriage: સુરતમાં આહિર સમાજનો ૩૧મો સમૂહલગ્ન સમારોહ, CM ભૂપેન્દ્ર પટેલે આ સમૂહલગ્નોત્સવવમાં સહભાગી થઈ નવયુગલોને આપ્યા આશીર્વચન..

Surat Ahir Samaj Mass Marriage: આહિર સમાજનો ૩૧મો સમૂહલગ્ન સમારોહ યોજાયો. સુરત ખાતે આહિર સમાજના સમૂહલગ્નોત્સવમાં ૧૮૯ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા. આહિર સમાજના ૩૧માં સમૂહલગ્નોત્સવવમાં સહભાગી બની નવદંપતિઓને આશીર્વચન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. સમૂહ લગ્નએ સમાજની એકતાનો મહોત્સવઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. એક પેડ મા કે નામના અભિયાનમાં સૌ સમાજને જોડાઈને વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ કરતા મુખ્યમંત્રી

CM Bhupendra Patel taking part in the 31st mass marriage ceremony of Ahir Samaj blessing the newlyweds.

CM Bhupendra Patel taking part in the 31st mass marriage ceremony of Ahir Samaj blessing the newlyweds.

News Continuous Bureau | Mumbaiv

Surat Ahir Samaj Mass Marriage:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત ૩૧માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ ૧૮૯ નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. મુખ્યમંત્રી એ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળુ બનાવે તેવી શુભકાનાઓ પાઠવી હતી. 

Join Our WhatsApp Community

              મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ( Bhupendra Patel ) જણાવ્યું હતું કે, આહિર સમાજનો દિવ્ય અને ભવ્ય ગૌરવવંતો ઈતિહાસ રહેલો છે. સમાજને જયાં પણ જરૂર હશે ત્યા સરકાર તેમની સાથે હોવાનુ જણાવીને શિક્ષણથી લઈને અનેકક્ષેત્રોમાં સમાજ આગળ વધી રહ્યો છે. દરેક સમાજ સમુહલગ્નમાં જોડાયો છે. લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે જે નાણા બાળકોના શિક્ષણ, આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું હતું.

               સમૂહલગ્નએ ( Surat Ahir Samaj Mass Marriage ) સમાજની એકતાનો મહોત્સવ છે. આશરો તો આહીરનો એ સમાજની આગવી ઓળખ રહી છે. સૌ સમાજો આગળ વધે તે માટે વડાપ્રધાને સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે આગળ વધવાનો કાર્યમંત્ર આપ્યો છે.

             મુખ્યમંત્રીએ કહ્યું કે, સમૂહલગ્ન એ ( Ahir Samaj Mass Marriage ) સદભાવ, સમભાવ અને મમભાવના પ્રેરણાનું કેન્દ્ર  બન્યું છે. સમાજના આર્થિકરીતે નબળા પરિવારો સમૂહલગ્નમાં જોડાઈને સરળતાથી પોતાનો પ્રસંગપાર પાડી શકે છે. સમાજમાં સંપ, એકતા, ભાઈચારાના અવિરત જનસેવાની ભાવના વિકસે છે ત્યારે સમગ્ર રાજય અને રાષ્ટ્રના વિકાસની ગતિ તેજોમય બને છે. સમાજના  ( Ahir Samaj )નવયુગલો જન્મદિવસ કે અન્ય પ્રસંગના દિવસે વડાપ્રધાનના એક પેડ મા કે નામ અનુસરીને માતાને નામે એક વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ કરવાનો તેમજ જળસંચયના કાર્યમાં જોડાવાનો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.  

          સુપ્રસિધ્ધ રામકથાકાર મોરારજીબાપુએ સૌ દંપતિઓને આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, સૌ યુગલો જીવનમાં પ્રેમ, કરૂણાની ભાવના સાથે લગ્નજીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. 

આ સમાચાર પણ વાંચો :  Digital Crop Survey Gujarat: ગુજરાતમાં રવિ સિઝનના ડિજિટલ ક્રોપ સર્વેનો આજથી શુભારંભ, ૧૮,૪૬૪ ગામોના આટલા કરોડથી વધારે ખેતીલાયક પ્લોટનો કરાશે સર્વે..

           આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ સૌ નવદંપતિઓનું લ્ગનજીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.                  

                આહિર સમાજ સેવા સમિતિ  ( Ahir Samaj Seva Samiti ) સુરતના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે, સાત લગ્નથી શરૂ થયેલી શ્રુંખલા આજે ૩૧માં સમૂહ લગ્નોત્સવ ( Mass Marriage ) સુધી પહોંચી છે જે બદલ સમાજના સૌ શ્રેષ્ઠીઓને વંદન કર્યા હતા. વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ સાત કરોડની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે. સમાજના લોકો વધુમાં વધુ સમૂહલગ્નમાં જોડાઈને જે નાણાની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરવા અનુરોધ કર્યો હતો.

             આ અવસરે ૩૧માં સમુહ લગ્નના ભોજન ખર્ચના દાતા શ્રી વરજાંગભાઈ જીલરીયાનું મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

               આ સમૂહલગ્નોત્સવમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, બિહારના ઈન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી સંતોષકુમાર, મેયર શ્રી દક્ષેશ માવાણી, ધારાસભ્યશ્રીઓ, મનપાના આરોગ્ય સમિતિના ચેરમેન મનિષાબેન આહિર, અગ્રણી ભરતભાઈ ડાંગર, રધુભાઈ હુંબલ, ડાહ્યાભાઈ, સહિત સમાજશ્રેષ્ઠીઓ, આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

Surat Sakhi One Stop Center: સુરત સખી વન સ્ટોપ સેન્ટરની વધુ એક સફળતા: પરિવારથી નારાજ થઈને સુરત આવી પહોંચેલી ઉત્તરપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે પુન:મિલન
Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
Exit mobile version