News Continuous Bureau | Mumbai
Corn Crop: મકાઈના પાકમાં રોગ-જીવાત આવવાથી ઓછુ ઉત્પાદન અને ઉત્પાદનની નિમ્ન ગુણવત્તા જેવી સમસ્યાઓ આવતી હોય છે. મકાઇના પાકમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી સમયે ખેડુતોએ ( Farmers ) યોગ્ય પગલાઓ લેવાનો અનુરોધ કરાયો છે. રોગમુક્ત બિયારણ વાપરવું અને રોગપ્રતિકારક જાતો પસંદ કરવી. પાકની ફેરબદલી કરવી. પાનના સુકારા તેમજ તડછારો રોગ સામે પ્રતિકારક જાતો જેવી કે ગુ.આ.પી. સં.મ.-૧, ગુ.આ.પી. સં.મ.-૨, ગુ.આ.પી. સં.મ.-૩, ગંગા સફેદ-૨, ગંગા સફેદ-૧૧, ગુજરાત મકાઈ-૨, ૪, ૬, નર્મદા મોતી, ગંગા-૫, ડેક્કન – ૧૦, શ્વેતા, નવીન અને જવાહર જેવી જાતોની વાવણી કરવી.
ટપકાંવાળી લશ્કરી ઇયળ સામે રક્ષણ માટે બીજને કીટનાશકના તૈયાર મિશ્રણ સાયન્ટ્રાનીલીપ્રોલ૧૯.૮X+ થાયામેથોકઝામ ૧૯.૮% એફએસ, ૬ મિ.લિ. / કિ.ગ્રા. પ્રમાણે સપ્રમાણ પાણી ભેળવી બીજ માવજત આપી છાંયડે સૂકવી વાવેતર કરવું.
મકાઈમાં ( Corn ) ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અથવા ચોળા આંતરપાક તરીકે વાવવા. તેમજ ઉપદ્રવ ઓછો રહે એ માટે મકાઈની વાવણી ૧૫ જૂનથી ૩૦ જૂન સુધીમાં કરવી. પાછોતરા સુકારા માટે એક હેક્ટરે ૧૦૦૦ કિલો લીંબોળીનો ખોળ વાવેતર વખતે ચાસમાં આપવો. મકાઈમાં બીજનો ( Corn seeds ) કોહવારો અને ઉગતા છોડનો સૂકારો અટકાવવા માટે બીજને થાયરમ ૪૦ એફએસ અથવા થાયરમ ૭૫ ડબ્લ્યુએસ ૨-૩ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજની માવજત આપીને વાવણી કરવી અથવા ટ્રાયકોડર્મા ૬ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ દીઠ માવજત આપીને વાવવી.
આ સમાચાર પણ વાંચો : Gandhinagar: મહિલા રોકડ પુરસ્કાર યોજનામાં ભાગ લેવા ઇચ્છુક મહિલા ઉમેદવારોએ તા.૧૨ જુલાઈ સુધીમાં અરજી કરવી
પૂંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળ અથવા ફોલ આર્મીવોર્મના નિયંત્રણ માટે મકાઈની વાવણી ( maize crop ) પહેલા ૧૦ થી ૧૫ દિવસે લીમડાનો ખોળ ૨૫૦ કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે જમીનમાં નાખવાથી કોશેટામાંથી ફુદા નીકળવાનું પ્રમાણ ઘટશે. મકાઈમાં પાછોતરો સૂકારો રોગના નિયંત્રણ માટે વાવતા પહેલા ચાસમાં કાર્બોફ્યુરાન ૩જી ૩૩ કિલોગ્રામ પ્રતિ હેક્ટર અથવા લીંબોળીનો ખોળ ૧ ટન પ્રતિ હેક્ટર નાખવું એક કિલો બીજ દીઠ ૩૦ ગ્રામ કાર્બોસલ્ફાન ૨૫ એસડીની માવજત આપવી.
પિયત અને રાસાયણિક ખાતરનો વપરાશ ભલામણ મુજબ જ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસવું.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.