News Continuous Bureau | Mumbai
Surat New Civil Hospital: મહારાષ્ટ્રથી પિતાની સારવાર કરવા આવેલ પરિવારના દિકરા સાહિલ પરદેશીની નવી સિવિલના ( New Civil Hospital ) તબીબો ઉગારી જમણા પગની ઘૂંટણની ઢાંકણીનું જટિલ સફળ સર્જરી ( Knee Surgery ) કરી નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગનાં તબીબોની ટીમને મોટી સફળતા મળી છે. ૪૮ વર્ષિય જ્ઞાનેશ્વર પરદેશીનું સ્પાઈન ઓપરેશન ૧૫ દિવસ પછી થવાનું છે. પિતા – પુત્રની લાખ્ખોની સારવાર નવી સિવિલમાં વિના મૂલ્યે થવાથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ( CR Patil ) તબીબોની સેવાને બિરદાવી હતી.
સિવિલના ( Surat ) બિછાને પર સૂતેલા જ્ઞાનેશ્વર પરદેશીને નવી સિવિલ હોસ્પિટલમાં સફેદ કપડામાં ભગવાનના દર્શન થયા એમ જણાવતા એમણે કહ્યું હતું કે, હું ગામમાં છૂટક ખેત મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવું છું. પરિવારમાં ત્રણ દિકરા અને પત્ની સાથે રહીએ છીએ. પેટે પાટા બાંધીને પણ દિકરાને ભણાવીએ છીએ. હું ઝાડ પરથી પડી ગયો હતો. કમર અને હાથના કાંડાના હાડકામાં ગંભીર રીતે વાગ્યું હતું. કમરની બિમારી સાથે દિકરાના ઘૂંટણની તકલીફ જોઈ શકાતી ન હતી. પણ કરીએ તો કરીએ શું? એવામાં ગામના પૂર્વ સરપંચ અને સામાજિક સેવા સાથે સંકળાયેલ ભાવિની રામચંદ્ર પાટીલે સારવાર માટે સુરત નવી સિવિલનો માર્ગ બતાવ્યો. વિશ્વાસ સાથે કહ્યું હતું કે અહીંયા તમને તમામ પ્રકારની સારવાર મળી રહેશે. તમે સાવ સાજા થઈ ને ઘરે આવશો.

CR Patil applauded the service of the doctors of this hospital, the father-son surgery worth lakhs was done free of cost.
મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાડી ગામના જ્ઞાનેશ્વરભાઈ એ કહ્યું હતું કે, ત્રણ દિકરામાં સાહિલ સૌથી નાનો દિકરો છે. ૧૪ વર્ષનો સાહિલ આઠમાં ધોરણમાં ભણે છે. બે વર્ષ પહેલા પડી જવાથી ઘૂંટણની ઢાંકણીમાં ગંભીર રીતે વાગ્યું હતું. ઢાંકણી પાછળના ભાગે ખસી ગઈ હતી અને જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હોવાથી સાહિલ ચાલી શકતો ન હતો. ચાલતા ચાલતા પડી જવાતું એટલે વિચાર આવતા આમની આખી જિંદગી બીજા સહારે જીવન જીવવું પડશે. મને સ્પાઈનની તકલીફ હોવાથી બેસી કે કામ કરી નહોતો શકતો. એટલે સારવાર અર્થે સુરત નવી સિવિલમાં આવવાનું થયું. એટલે સાહિલ પણ સાથે આવ્યો હતો.
વધુમાં પરદેશી એ કહ્યું કે, સિવિલમાં મારી તપાસ કરતા તબીબોએ ( New Civil Hospital Doctors ) દિકરાને જોઇને પૂછ્યું કે આમને શું થયું છે. તો દિકરાની પગ તપાસ કરતા જાણવા મળ્યું તમારી સારવાર સાથે સાહિલના જમણા પગના ઘૂંટણની ઢાંકણીનું ઓપરેશન કરવું પડશે. તે પણ પગ ભર ચાલતો થશે તેવો સફળ પ્રયાસ કરીએ. મને સિવિલનાં તબીબો પર વિશ્વાસ હતો કે જે પણ કરશે તે સારું જ કરશે. અંતે શુક્રવારે ચાર કલાક ઓપરેશન કરી સ્ક્રુ બેસાડીને ઢાંકણીને મૂળ જગ્યા બેસાડવામાં મોટી સફળતા મળી છે. મારા પરિવાર આધાર આ નવી સિવિલના તબીબો બન્યા છે. મારું પણ ૧૫ દિવસ પછી સ્પાઈનનું ઓપરેશન થવાનું છે.
આ સમાચાર પણ વાંચો : Lucknow Building Collapse: PM મોદીએ લખનઉ દુર્ઘટનામાં જાનહાનિ પર વ્યક્ત કર્યો શોક, ઘાયલો માટે આર્થિક સહાયની કરી જાહેરાત.
નોંધનીય છે કે, સાહિલને રમતા રમતા બે વર્ષ પહેલા જમણા પગના ઘૂંટણમાં વાગ્યું હતું. સમય જતાં જમણા પગનો સાંધો ખરાબ થઈ ગયો હતો. તેમજ ઘૂંટણથી પગ ત્રાસો થઈ ગયો હોવાથી ચાલી શકતો નહોતો. થોડું ચાલે એટલે પડી જવાતું હતું અને અસહ્ય દુ:ખાવો થતો હતો. આ પ્રકારની બીમારી એક લાખ વ્યક્તિઓમાં બે-પાંચ કેસમાં જોવા મળે છે. આ સર્જરી પ્રાઇવેટમાં દોઢથી બે લાખ કે પાંચ લાખ રૂપિયાનો સુધીનો ખર્ચ થાય છે. જે નવી હોસ્પિટલમાં વિના મૂલ્યે થઈ છે. સામાજિક સેવા ભાવી ભાવિની રામચંદ્ર પાટીલે ગામમાં જરૂરિયાતમંદને આર્થિક તેમજ રક્તની સહાય કરે છે. આ સાથે કેન્સરના દર્દીઓની સેવા કરે છે. નવી સિવિલ સાથે સંકલનમાં રહીને દર્દીઓને મદદરૂપ થાય છે.

CR Patil applauded the service of the doctors of this hospital, the father-son surgery worth lakhs was done free of cost.
સાહિલના ઓપરેશન માટે નર્સિંગની ટીમ સહિત બિપીન મેકવાન, સંજય પરમાર અને બિભોર ચુગે રક્તથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરી મદદરૂપ થયા હતા.
નવી સિવિલના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમારના વડપણ હેઠળ હાડકા વિભાગનાં ડો. હરિ મેનનના યુનિટમાં ડો.મનીષ પટેલના માર્ગદર્શનમાં ડો. હાર્દિક સેટ્ટી, ડો.જીગ્નેશ પટેલ, ડો.પાર્થ અને ડો.રવિ તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દ્વારા શુક્રવારે ચાર કલાકની જટિલ સફળ સર્જરી કરવામાં આવી છે.

CR Patil applauded the service of the doctors of this hospital, the father-son surgery worth lakhs was done free of cost.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.