News Continuous Bureau | Mumbai
Surat: ભારતીય હવામાન ખાતાની આગાહીને ( IMD Forecast ) આધારે ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી ( Heavy wind forecast ) હોય તકેદારીના ભાગરૂપે લોકોની સુરક્ષા અર્થે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર સુરત ગ્રામ્ય વિસ્તાર(સુરત શહેર પોલીસ કમિશનરેટની હદ સિવાય)માં સમાવિષ્ટ ઓલપાડ તાલુકાના દાંડી ( Dandi Beach ) અને ડભારી બીચ ( Dabhari Beach ) તથા અન્ય દરિયા કિનારાના વિસ્તારમાં લોકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડુઓને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ હુકમ તા.૦૧/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૬.૦૦ થી તા.૦૭/૦૬/૨૦૨૪ ના રાત્રિના ૧૨.૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
આ સમાચાર પણ વાંચો: LPG Gas Cylinder Price: ચૂંટણી પરિણામ પહેલા આમ જનતાને મોટી રાહત, મહીનાના પહેલા જ દિવસે LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો નવા રેટ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.