News Continuous Bureau | Mumbai
International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે બારડોલી ( Bardoli ) સ્વરાજ આશ્રમ ખાતે યોગસાધનામાં સહભાગી બનતા ૬૬ વર્ષીય દિનેશભાઈ ભાવસારે જણાવ્યું કે, મારી સાથે બારડોલીના સિનિયર સિટીઝન ગ્રુપમાં ૫૦થી ૬૦ વડીલો દરરોજ યોગાભ્યાસ ( Yoga practice ) કરે છે. હાલ પરિવાર સાથે નિવૃત્ત જીવન જીવી રહ્યા છું. ઉંમર સાથે વધુ વજન પણ દરરોજ ચિંતાનું કારણ બની રહેતું હતું. છેલ્લા ૮ વર્ષથી યોગ કરુ છુ. પરિણામે વજન પણ ખાસ્સું ઘટ્યું છે અને શારીરિક અને માનસિક તંદુરસ્તીનો આનંદ માણી રહ્યો છું. જ્યારથી યોગ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી સમગ્ર દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહે છે. દરરોજ સવારે એક કલાક યોગ ( Yoga ) કરીને આત્મા સાથેના મિલનની અનુભૂતિ કરી રહ્યો છું. બની શકે એટલા કામો જાતે કરવાનો આગ્રહ રાખું છું. સાથે પરિવારજનોને ઘરના નાના-મોટા કામમાં મદદરૂપ થાઉ છું.
આ સમાચાર પણ વાંચો : Surat: યોગ થકી પીઠ અને ખભાની ઇજાઓમાં રાહત મેળવી:- હર્ષભાઈ મારૂ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.