International Millets Year-2023: જિલ્લા વહીવટીતંત્ર અને અને સુરત એપીએમસી દ્વારા કૃષિબજાર ખાતે ચોર્યાસી તાલુકા કક્ષાનો કૃષિ મેળો મિલેટ્સ પ્રદર્શન યોજાયું

International Millets Year-2023: ઓછા ખર્ચે, ઓછા પાણીએ અને પ્રતિકૂળ આબોહવામાં પાકતા હોવાથી મિલેટ્સ પાકો ખેડૂતોને નાણાકીય ખર્ચમાંથી બચાવે છે, અને બમણી આવકનો સ્ત્રોત બને છે: ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ. મિલેટ ઓછાં પાણી અને ઓછા ઈનપુટની જરૂરિયાત સાથે જમીન સુધારણા અને પર્યાવરણ માટે પણ લાભકારક છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ. મિલેટ્સના મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્વ અંગે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને અપાયું માર્ગદર્શન. કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું.

by Hiral Meria
District Administration and Surat APMC organized eighty four taluka level agricultural fair millet exhibition at Krishi Bazar.

News Continuous Bureau | Mumbai 

International Millets Year-2023: યુનાઈટેડ નેશન્સ ( UN ) દ્વારા વર્ષ-૨૦૨૩ને આંતરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે લોકોમાં મિલેટ્સ પાકોના ( Millets crops ) ન્યુટ્રીશનલ વેલ્યુ અંગેના જાગૃતિ અભિયાન ( Awareness campaign ) હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને અને સુરત એપીએમસીના ( Surat APMC ) સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિનીબેન પટેલની ઉપસ્થિતિમાં ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સહારા દરવાજા, રિંગ રોડ સ્થિત એપીએમસી., કૃષિબજાર ( Agricultural market ) ખાતે ચોર્યાસી તાલુકા કક્ષાનો કૃષિ મેળો મિલેટ્સ પ્રદર્શન ( Agricultural Fair Millets Exhibition ) યોજાયું હતું.. મિલેટ્સના મૂલ્યવર્ધન, પોષણ અને આરોગ્યમાં ધાન્ય પાકોના મહત્વ અંગે નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. 

            આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આપણા પરંપરાગત ધાન એવા બાજરી, જુવાર, રાગી, મકાઈને વિશ્વના દેશો પણ અપનાવે તેવી વડાપ્રધાનશ્રીની નેમ અને પ્રેરણાના કારણે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષરૂપે ઉજવવામાં આવી રહ્યું છે. ખેતી ખર્ચ ઘટાડી, પ્રગતિશીલ અને આધુનિક ખેતપદ્ધતિ અપનાવીને ખેડૂતો મિલેટસનું વાવેતર કરી બમણી આવક મેળવી શકે છે. ઓછા ખર્ચે, ઓછા પાણીએ અને પ્રતિકૂળ આબોહવામાં પાકતા હોવાથી મિલેટ્સ પાકો ખેડૂતોને નાણાકીય ખર્ચમાંથી બચાવે છે, અને બમણી આવકનો સ્ત્રોત બને છે.

           શ્રી દેસાઈએ જણાવ્યું કે, આપણી પ્રાચીન પરંપરાસમા મિલેટ્સનો ઉપયોગ દૈનિક આહારમાં કરવામાં આવે તે માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે. ખેડૂતો મિલેટ્સનું મોટા પ્રમાણમાં વાવેતર કરે અને નાગરિકો મિલેટ્સને દૈનિક આહારમાં સ્થાન આપે એ માટે સુરત એપીએમસી સતત પ્રયત્નશીલ છે. નાગરિકોના સુદઢ સ્વાસ્થ્ય માટે મિલે્ટસનો વધુને વધુ ખોરાકમાં ઉપયોગ થાય તે જરૂરી છે. જેના સેવનથી પોષણની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

             જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિનીબેન પટેલે જણાવ્યું કે, સદીઓથી મિલેટ પાકો આપણા આહારનો અભિન્ન ભાગ રહ્યા છે. અગણિત સ્વાસ્થ્યવર્ધક લાભો ઉપરાંત મિલેટ ઓછાં પાણી અને ઓછા ઈનપુટની જરૂરિયાત સાથે જમીન સુધારણા અને પર્યાવરણ માટે પણ લાભકારક છે. મિલેટ વર્ષની ઉજવણીથી લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ આવી રહી છે. મોટાપા, કેન્સર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને નિવારવામાં જુવાર ઉપયોગી છે. આજના સમયમાં બદલાતી જીવનશૈલીમાં થતા રોગો સામે રક્ષણ પૂરું પાડી શરીરના સંતુલિત વિકાસમાં મિલેટ્સ ખૂબ મદદરૂપ થાય છે. જુવારનો ચારામાં અગણિત પોષકતત્વો રહેલા હોવાથી પશુઓને આપવાથી દુધની ક્ષમતામાં વધારો થાય છે.

આ સમાચાર પણ વાંચો : World Sight Day: ચોકબજારની જૂની સિવિલ હોસ્પિટલમાં છ વર્ષમાં ૧,૬૮,૩૮૮ દર્દીઓની આંખની સારવાર અને ૧૦,૮૫૦ દર્દીઓની આંખોની વિનામૂલ્યે સર્જરી કરવામાં આવી

              મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, જવ, રાગી, કોદરા, નાગલી, રાજગરો વગેરે જાડા ધાન અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. મિલેટ્સના નિયમિત ભોજનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક, આંતરડાના કેન્સર અને અન્ય ગંભીર બિમારીનું જોખમ ઘટી જાય છે એમ ભાવિનીબેન પટેલે ઉમેર્યું હતું. 

             જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એસ.બી.ગામીતે સ્વાગત પ્રવચન કરી આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. 

             આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી રોહિતભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તૃપ્તિબેન પટેલ, સંયુક્ત ખેતી નિયામક(વ)શ્રી કે.વી.પટેલ, નાયબ ખેતી નિયામક(તાલીમ)શ્રી એન.જી.ગામીત, સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડો.જે.એચ.રાઠોડ, ધી સુરત ડિસ્ટ્રિક કો-ઓ.બેંકના પ્રમુખશ્રી બળવંતભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી સુનિલભાઈ પટેલ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઈસ ચેરમેનશ્રી હર્ષદભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય સર્વશ્રીઓ નિલેશભાઈ તડવી, જયશ્રીબેન રાઠોડ, અશોકભાઈ રાઠોડ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More