Surat : સુરત શહેરના પુણા વિસ્તારના બન્ને જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારો માટે સુચારું આયોજન કરતું જિલ્લા વહીવટીતંત્ર

Surat : જનસુવિધા અર્થે ૧૮ કલાક ફરજ બજાવતા પુણા જનસેવા કેન્દ્રોના અધિકારી-કર્મયોગીઓ. પુણા તાલુકાના વિસ્તારમાં અંદાજીત ૨૦ થી ૨૨ લાખની વસ્તી વસવાટ કરે છે. સવારે ૭:૦૦થી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી બંને જનસેવા કેન્દ્રો કાર્યરત. અઠવાડીયામાં પુણા જનસેવાના બન્ને કેન્દ્રોમાં ૩,૩૦૦ અરજદારોની અરજીઓનો નિકાલ કરાયો છે. એપ્રિલ મહિના દરમિયાન ૭૧૯૯ અરજીઓ તથા તા.૧લી મેથી ૨૪મી મે સુધીમાં ૯૫૮૧ અરજીઓનો નિકાલ કરાયો. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અને સમયમાં વધારો કરતાં દરરોજ ૭૫૦ અરજદારોના આવકના દાખલા કાઢી આપવામાં આવી રહ્યાં છેઃ પ્રજાની સેવા માટે મહિનામાં આવતી તમામ જાહેર રજાઓમાં પુણા જનસેવા કેન્દ્ર કાર્યરત રહેશે જિલ્લામાં રહેતા ઉષ્ણતામાનને પગલે અરજદારો માટે પીવાના પાણી અને મંડપની સુવિધા ઊભી કરવામાં આવી છે. પુણા મામલતદારશ્રીમતી રોશનીબેન પટેલ

by Hiral Meria
District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

 News Continuous Bureau | Mumbai 

Surat : ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનું ( Board Exams ) પરિણામ જાહેર થતા જ વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે અરજદારોના ધસારાના પહોચી વળવા માટે સુરત શહેરના પુણાની ( Puna ) કચેરીના જનસેવા કેન્‍દ્ર-૧ (જુની ઝોન ઓફિસ, મિનીબજાર) ખાતે એક જનસેવા કેન્દ્ર કાર્યરત હતું. જેમાં પુણા મામલતદાર કચેરી દ્વારા હંગામી ધોરણે પુણાગામ તલાટીની કચેરી ખાતે એક વધારાનું જનસેવા કેન્‍દ્ર-૨ ઉભુ કરવામાં આવ્યું છે. ત્યારે પુણા જનસેવા કેન્દ્રોમાં અઠવાડીયામાં આવક, જાતિ, નોન ક્રિમિલીયર, જાતિ, આર્થિક નબળા વર્ગો માટેના પ્રમાણપત્રો મળી ૧૪ પ્રકારની  ૩,૩૦૦ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આ કામગીરી સતત ચાલી રહી છે.  

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

            સુરત શહેરના વિકાસની સાથે વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. જેમાં પુણા તાલુકા વિસ્તારમાં અંદાજે ૨૦ થી ૨૨ લાખની વસ્તી છે. જેથી દાખલાની કામગીરીને પહોચી વળવા માટે તંત્ર દ્વારા દિવસ-રાત એક કરીને લોકોને દાખલાઓ આપવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રોમાં ૯- ૯ કલાકની શિફ્ટમાં બે નાયબ મામલતદાર, બે તલાટીઓ તથા ૪-ઓપરેટરો મળી કુલ ૧૭ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.  

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

                 અરજદારોને ( applicants ) સમસ્યા ન ઉભી થાય માટે જનસેવા કેન્દ્રોની ( Jan Seva Kendra ) કામગીરીની રૂપરેખા આપતાં પુણા મામલતદારશ્રીમતી રોશનીબેન પટેલ જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પુણા જનસેવા કેન્દ્ર ખાતે વધારાના સ્ટાફ સહિત કચેરી સમયમાં પણ વધારો કરતાં અરજદારોને રાહત થઇ છે. જનસેવા કેન્દ્રો સવારના ૭:૦૦ થી રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી કાર્યરત રહે છે. સાથે આ કેન્દ્રો ખાતે સવારે ૭.૦૦ થી વાગ્યાથી જ અરજદારોને ટોકન આપીને કામગીરી શરૂ કરવામાં આવે છે. પહેલા દરરોજ ૨૫૦ અરજદારોને આવકના દાખલા કાઢી આપવામાં આવતા હતા જેની સામે હાલ દૈનિક ૭૫૦ અરજદારોને દાખલાઓ આપવામાં આવી રહ્યાં છે. જનસુવિધા અર્થે વર્તમાન મહિનામાં આવતી તમામ જાહેર રજાઓમાં પણ જનસેવા કેન્દ્રો પર કર્મયોગીઓ કાર્ય કરી રહ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન ૭૧૯૯ અરજીઓ તથા તા.૧લી મેથી ૨૪મી મે સુધીમાં ૯૫૮૧ અરજીઓનો નિકાલ કરાયો છે.   

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

આ સમાચાર પણ વાંચો:  Janhvi kapoor: પંકજ ત્રિપાઠી સાથે કામ કરવા માટે જ્હાન્વી કપૂરે કર્યું હતું આ કામ, અભિનેત્રી એ કર્યો ખુલાસો

                વધુમાં તેમણે જણાવ્યું કે, સતત ઉષ્ણતામાનને પગલે પીવાનું પાણી તથા મંડપની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. અનઅધિકૃત વ્યક્તિ કે એજન્‍ટોને પ્રવેશ ન કરવા દેવા તમામ સ્ટાફને કડક સૂચના આપવામાં આવી છે. એજન્‍ટો કે અન્‍ય ત્રાહિત વ્યકિતઓના પ્રવેશ નિષેધના બોર્ડ પણ લગાવાયા છે. જનસુવિધા કેન્દ્રો ખાતે રોજિંદી કામગીરી ઝડપથી ચાલુ રહે તે માટે પૂછપરછ માટે એક હેલ્પ ડેસ્ક તેમજ સહી થયેલા દાખલા આપવાની કામગીરી સુચારૂ રીતે થાય તે માટે ઓપરેટરોની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. 

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

District administration organizing proper for applicants coming to both public service centers of Puna area of Surat city

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More