News Continuous Bureau | Mumbai
Divyang Lagn Sahay Yojana: દિવ્યાંગોના કલ્યાણ માટે કેન્દ્ર તથા રાજય સરકાર ( State Govt ) કટિબધ્ધ છે. દિવ્યાંગોને અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગથી ( disabled ) દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂા.પ૦,૦૦૦ + પ૦,૦૦૦ મળીને કુલ રૂ.૧૦૦૦૦૦ તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન ( marriage ) કરે ત્યારે રૂ.પ૦,૦૦૦ની સહાય ચુકવવામાં આવે છે. આ માટે જરૂરી ડોકયુમેન્ટ સાથે https://esamajkalyan.gujarat.gov.in સાથે અરજી કરવાની રહેશે. અથવા જે તે જિલ્લાની સમાજ કલ્યાણ ઓફિસ પર અરજી કરી શકાય છે. સુરત ( Surat ) જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન લગ્ન સહાય યોજના હેઠળ ૭૦ લાભાર્થીઓને ( beneficiaries ) રૂા.૩૫ લાખની સહાય ચુકવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : PMFME: સુક્ષ્મ ખાદ્ય ઉદ્યોગો માટે સહાયક બનતી પ્રધાનમંત્રી સુક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.