Leprosy : લેપ્રસી ( રકતપિત ) કેસ ડિટેક્ટશન કેમ્પેઇન (LCDC)“ અંતર્ગત સુરતમાં તા.૧૦ જુનથી થી તા.૦૨મી જુલાઈ દરમિયાન આશા વર્કરો-વોલેટીયર દ્વારા ડોર ટુ ડોર ઝુંબેશ ચલાવીને રકતપિત્તના દર્દીઓની ઓળખ કરાશે

Leprosy : સુરત જિલ્લામાં ૧૨૪૫ ટીમો, સુરત એસ.એમ.સી.માં ૪૭૪ ટીમો, તાપી જિલ્લામાં ૮૦૦ ટીમ દ્વારા ઘરે ઘરે જઇ બે વર્ષ થી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની તપાસ કરાશે. રકતપિત્ત રોગએ સ્પર્શ કરવાથી ફેલાય છે તેવી માન્યતા ખોટી છે. રક્તપિતસ્પર્શ કરવાથી ફેલાતો નથી.સુરત જિલ્લામાં રક્તપિતનો પ્રમાણ દર મે-૨૦૨૪ના અંતે ૧૦૦૦૦ની વસ્તીએ ૦.૭૫ જ્યારે ગુજરાત રાજ્યમાં તેનું પ્રમાણ ૦.૪૮ છે.

by Hiral Meria
door to door campaign will be conducted by ASHA workers-volunteers to identify leprosy patients Under Leprosy Case Detection Campaign

News Continuous Bureau | Mumbai

Leprosy :  રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રિય રક્ત પિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત રાજ્યના નિયત કરેલા ૧૨ જિલ્લાઓઓ પૈકી સુરત ( Surat )  શહેર-જિલ્લામાં “લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન(LCDC)“ અંતર્ગત તા.૧૦/૦૬/૨૦૨૪ થી તા.૦૨/૦૭/૨૦૨૪ દરમિયાન આશા વર્કરો ( ASHA workers ) અને વોલેટીયર દ્વારા ડોર ટુ ડોર ( Door to door ) જઇને રકતપિત્તના દર્દીઓની ઓળખ કરીને સારવાર આપવામાં આવશે.

            રાષ્ટ્રિય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ (NLEP): “લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન( Leprosy Case Detection Campaign )“ અંતર્ગત જિલ્લા  કક્ષાએ ડિસ્ટ્રીકટ કો- ઓર્ડિનેશન કમીટીની મીટીંગ જિલ્લા કલેક્ટરશ્રી સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને તા.૩૦/૦૫/૨૦૨૪ના રોજ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ મોજણી દરમિયાન દરેક વ્યક્તિની તપાસ કરી રક્તપિતના વધુમા વધુ વણ શોધાયેલ દર્દીઓ શોધી કાઢી સારવાર કરવાની સુચના આપી હતી.

             આ કામગીરી માટે સુરત જિલ્લામાં ૧૨૪૫ ટીમ, સુરત એસ.એમ.સી.માં ૪૭૪ ટીમો જયારે તાપી જિલ્લામાં કુલ ૮૦૦ ટીમો બનાવીને ઘરના બે વર્ષ થી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓની તપાસ કરાશે. આ કામગીરી દરમિયાન ટીમ દ્વારા પ્રત્યેક ઘરની મુલાકાત લઇ રક્તપિત ( leprosy patients ) અંગે લોકોને સમજ આપી ઘરના તમામ સભ્યોની રક્તપિત અંગે શારીરીક તપાસણી કરી રક્તપિતના શંકાસ્પદ દર્દીઓને શોધી કાઢી, તબીબી અધિકારી દ્વારા નિદાન કરાવી તરત જ  સારવાર શરુ કરવામાં આવશે.

  •         સુરત જિલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણ દર મે-૨૦૨૪ના અંતે ૧૦૦૦૦ની વસ્તીએ ૦.૭૫ અને તાપી જિલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણ દર ૧૦૦૦૦ની વસ્તીએ ૨.૯૫ છે. જ્યારે ગુજરાત રાજ્યનો રક્તપિત રોગનું પ્રમાણ દર ૧૦૦૦૦ની વસ્તીએ ૦.૪૮ છે.
  •         માર્ચ-૨૦૨૪ અંતિત ૨ હાઈએન્ડેમીક જિલ્લાઓ (વડોદરા, સુરત)માં રોગનું પ્રમાણ દર ૧ કરતા નીચે લાવી એલીમીનેશનનું ધ્યેય હાંસલ કર્યું છે.
  •         હજુ પણ ૯ હાઈએન્ડેમીક જિલ્લાઓ (વલસાડ, છોટાઉદેપુર, દાહોદપંચમહાલ, નર્મદા, મહીસાગર,તાપી, નવસારી, ડાંગ અને ભરૂચ)માં રક્તપિત રોગનું પ્રમાણદર ૧ કરતા વધારે છે.

           ધણાં સમય સુધી રક્તપિતને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ સ્પર્શ કરવાથી ફેલાય છે. જોકે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિતસ્પર્શ કરવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી. રક્તપિત્ત વારસાગત નથી કે પૂર્વજન્‍મના પાપ કે શા નું ફળ નથી. પરંતુ આ રોગ ઉધરસ અને છીક  દ્વારા ફેલાય છે.

આ સમાચાર  પણ વાંચો : Share Market highlights: શેરબજાર રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ્યા બાદ તૂટ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો; જાણો કયા શેરએ કરાવી કમાણી..

         રાજય સરકારના આરોગ્ય વિભાગ ( Health Department ) દ્વારા વર્ષોથી રક્તપિતને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળ બાદ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન રક્તપિતના વણ શોધાયેલ દર્દીઓ શોધવા એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસીઅ વેરનેશ કેમ્પેઈન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઈન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશા વર્કરની ટીમો દ્વારા ઘરે-ઘરે તપાસ કરી રક્તપિત નવા દર્દી શોઘીને ત્વરીત બહુ ઔષઘિય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુકત કર્યા છે.

         સુરત અને તાપી જિલ્લામાં છેલ્લા સાત વર્ષમા અનુક્રમે ૩૮ અને ૧૩ જેટલી રીકન્સ્ટ્રકટીવ સર્જરીકરી દર્દીઓની વિકૃતિ દૂર કરી છે. સુરત અને તાપી જીલ્લામા વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૩-૨૪ (માર્ચ -૨૦૨૪અંતિત) સુધીમા અનુક્રમે રક્તપિતના કારણે પગમાં બધીરતા ધરાવતાં કુલ-૬૯૭૫ અને ૩૩૨૨ રક્તપિત ગ્રસ્તોને માઈક્રોસેલ્યુલર રબર શુઝ (એમ.સી.આર.) પુરા પાડ્યા છે. જેના કારણે પગમાં બધીરતા ધરાવતાં રક્તપિતગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર) થી બચાવી શકાય છે.

Leprosy :  આવો જાણીએ રક્તપિત શું છે?

             રક્તપિત માઈક્રો બેકટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈપણ ઉમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિને થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિ થી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ /અપંગતા અટકાવી શકાય છે.

 રક્તપિત રોગના ચિન્હો- લક્ષણો

(૧) શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું.

(૨) જ્ઞાનતંતુ ઓ જાડા થવા તેમજ તેમા દુ:ખાવો  થવો.

Leprosy : રક્તપિતના દર્દીને સારવાર કયાંથી મળે?

            રક્તપિત કોઈ પણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબ સેન્ટર પ્રાથમિક આરોગય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ, ખાતે એમ.ડી.ટી. (મલ્ટીડ્રગટ્રીટમેન્ટ) બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર  પણ વાંચો : Maharashtra politics : મહારાષ્ટ્રમાં શિંદે જૂથમાં નારાજગી? 7 સાંસદો હોવા છતાં, ન મળ્યું એક પણ મંત્રાલય.. 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More