News Continuous Bureau | Mumbai
Drug-free India : નશામુકત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરત જિલ્લા ન્યાયાલયના મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી અને અધ્યક્ષશ્રી આર. ટી.વચ્છાણી, સચિવશ્રી અને એડી. સિનિયર સિવિલ ન્યાયાધિશશ્રી સી. આર.મોદીના માર્ગદર્શન તથા ઉધના પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે શ્રી.આર.કે નારાયણ સ્કુલ નં.૩૨૬ અને શાળા નં.૧૪૨ ઉધના ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ હતી.
આ સમાચાર પણ વાંચો : મ્યાનમારમાં ભયાનક ભૂકંપ, તીવ્રતા એટલી બધી હતી કે અનેક જગ્યાએ બિલ્ડિંગો ધરાશાયી, લોકો રસ્તા પર દોડી આવ્યા; જુઓ વિડીયો
આ શિબિરમાં ડ્રગ્સ જનજાગૃતિ, સાયબર ક્રાઇમ, ગુડ ટચ બેડ ટચ, પોકસો એક્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની યોજનાઓ/પ્રવૃતિઓ વિશે પેનલ વકીલ રીલેશભાઈ, પી.એલ.વી. પ્રદિપ શિરસાઠ, ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કૃપાલીબેન પરમાર, પોલીસ કોન્સ્ટેબલ દિવ્યાબેન પટેલે કુલ ૨૮૮ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી સમાધાનભાઈ સુતાર,આચાર્યશ્રી વિપુલભાઈ પાટીલ તથા શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.