News Continuous Bureau | Mumbai
e-shram portal : કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયનું શ્રમિક નોંધણી અભિયાન
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે તા.૦૭થી ૧૭ એપ્રિલ દરમિયાન કામદારોને e -Shram – ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટર થવા માટે વિશેષ રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું છે. કામદારની ઓળખ મળે અને આયુષ્માન ભારત- PM-JAY યોજના હેઠળ આરોગ્ય સહાય મળે તેવા પ્રયાસો કરાશે. રજિસ્ટ્રેશન કરનાર કામદારોને ઓળખપત્ર અપાશે તેમજ તેઓને ૩૧ હજારથી વધુ દવાખાનાઓમાં આરોગ્ય સેવા મળશે. https://register.eshram.gov.in/#/user/platform-worker-registration લિંક પર નોંધણી થઇ શકશે. વધુ માહિતી માટે નાયબ શ્રમ આયુક્તની કચેરી, એ-બ્લોક, છઠ્ઠો માળ, બહુમાળી ભવન, નાનપુરા (ફોન નં.૦૨૬૧-૨૪૬૩૪૨૫, ૨૪૬૪૫૬૪)નો સંપર્ક સાધવા મદદનીશ શ્રમ આયુક્ત,સુરતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : PM Mudra Yojana : 8 એપ્રિલ, પીએમ મુદ્રા યોજનાના 10 વર્ષ: છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹ 70 હજાર કરોડની લોન આપવામાં આવી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.