News Continuous Bureau | Mumbai
Surat: ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનું પરિણામ ( Board exam results ) જાહેર થતા જ વિવિધ પ્રકારના દાખલાઓ કઢાવવા માટે શહેર-જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ, રાશનકાર્ડની કચેરીઓ પર અરજદારોની અગવડતા દૂર કરવા માટે જનસેવા કેન્દ્રોનો સમયમાં વધારો કરીને અરજદારોને દાખલાઓ મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. પુણાના બે જનસેવા કેન્દ્રો ( Jan Seva Kendra ) ખાતે વધારાના સ્ટાફ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
મે મહિના દરમિયાન સુરત શહેરની પાંચ તથા જિલ્લાની નવ મામલતદાર કચેરીઓ તથા રાશનકાર્ડની ૧૧ કચેરીઓ મળી કુલ ૨૫ સરકારી કચેરીઓ પર મે મહિના દરમિયાન વિવિધ પ્રકારના દાખલાઓ ( Certificates ) સહિતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં એક મહિના દરમિયાન સુરત શહેરની પુણા મામતલાદર કચેરી ( Puna Mamlatdar Office ) ખાતેની બંન્ને જન સેવા કેન્દ્રમાં ૧૫૯૭૫ અરજીઓ, અડાજણમાં ૫૦૮૮, કતારગામ કચેરીની ૭૮૩૨, ઉધનામાં ૩૩૫૩, મજુરામાં ૨૮૫૪ અરજીઓ મળીને કુલ ૩૫૧૦૨ જેટલા વિવિધ પ્રકારના દાખલાઓ કાઢી આપવામાં આવ્યા છે.

Excellent work being done by all Jan Seva Kendras in Surat during May to ensure students who passed Class 10 and 12 can easily get the certificates
સુરત જિલ્લાની વાત કરીએ તો ચોર્યાસી મામલતદાર કચેરી દ્વારા ૧૪૧૭, પલસાણામાં ૯૩૯, ઓલપાડમાં ૨૮૪૫, માંગરોળમાં ૧૨૮૧, ઉમરપાડામાં ૫૬૫, માંડવીમાં ૧૮૦૭, કામરેજમાં ૩૦૮૭, મહુવામાં ૮૦૩, બારડોલીમાં ૧૬૭૮ મળી કુલ ૧૪૪૨૨ જેટલા દાખલાઓ કાઢી આપવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો: Farmers: ગુજરાતના ખેડૂતોને ડાંગર પાકના સર્ટિફાઈડ બિયારણ મળી રહે એ હેતુથી ૧૦૦ ટકા રાજ્ય સરકારની નવી યોજના અમલમાં
જયારે રાશનકાર્ડની કચેરીઓમાં કલેકટર કચેરીમાં ૧૬૪, ચોકમાં ૮૭૨, નાનપુરામાં ૬૭૪, ઉધનામાં ૪૪૩, રાંદેરમાં ૬૭૩, કતારગામમાં ૧૧૧૪, પુણા ઝોનમાં ૧૧૯૬, વરાછામાં ૭૨૪, અમરોલીમાં ૭૯૨, લિંબાયતમાં ૧૦૮૩ અને મજુરા ઝોનમાં ૪૮૨ મળી ૮૨૦૭ અરજીઓનો નિકાલ કરાયો છે.

Excellent work being done by all Jan Seva Kendras in Surat during May to ensure students who passed Class 10 and 12 can easily get the certificates
આમ શહેર-જિલ્લાની જુદી જુદી ૨૫ જેટલી કચેરીઓમાં દાખલાઓ, રાશનકાર્ડમાં સુધારા-વધારા સહિતની કુલ ૫૭૬૪૧ અરજીનો મહિના દરમિયાન નિકાલ કરવામાં આવ્યો છે. આમ પ્રજાની મુશ્કેલીઓ દુર કરવા માટે તંત્ર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.