News Continuous Bureau | Mumbai
Viksit Bharat@2047 Photo Exhibition: કેન્દ્રીય સંચાર બ્યુરો અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત @2047 વિષય પર ચિત્ર પ્રદર્શનનું કુલસચિવ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય પ્રદર્શન તમામ લોકો નિઃશુલ્ક જોઈ શકશે. ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો અને VNSGU દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના હૉલ ખાતે આયોજિત ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન આજે કુલસચિવ શ્રી ડૉ આર. સી. ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે યુવાનોએ કટિબદ્ધ થવું જોઈએ. અહીં પ્રદર્શનમાં ( Photo Exhibition ) રજૂ કરેલી માહિતી પરથી પણ કોઈ સંશોધનનો વિષય મળી શકે તો એ કરવું જોઈએ. ભારતનાં વિકાસ બાબતે જાત અનુભવનું વર્ણન પણ તેમણે કર્યું હતું.
કાર્યક્રમનાં ( Viksit Bharat@2047 Photo Exhibition ) ઉદ્ઘાટન પૂર્વે “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની રૂપરેખા ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ આપી હતી.
આજે @CBCSurat અને @VNSGUNIVERSITY નાં સંયુક્ત ઉપક્રમે #VikasitBharat@2047 #PhotoExhibition નું કુલસચિવ શ્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે વિવિધ વિભાગનાં વડા અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.@CBC_MIB @CBCAhmedabad @PIBAhmedabad @airnews_abad @DDNewsGujarati pic.twitter.com/Tg0AMVyhyE
— केंद्रीय संचार ब्यूरो, सूरत, गुजरात (@CBCSurat) October 22, 2024
પ્રદર્શનમાં ( Central Bureau of Communications ) વિદ્યાર્થીઓનો સહભાગ વધારવા માટે કાયદાશાસ્ત્ર અને જૈવ વિજ્ઞાન વિભાગમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિજેતાઓને અતિથીઓના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં રાખવામાં આવેલી પ્રતિજ્ઞા સેલ્ફી બુથે આકર્ષણ જમાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Gram Panchayat Level Weather Forecasting: હવે ગ્રામ પંચાયતોને 5 દિવસ અને પ્રતિ કલાક હવામાનની આગાહીની મળશે સુવિધા, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ કરશે ‘આ’ પહેલનો શુભારંભ.
આ પ્રદર્શનમાં કેન્દ્ર સરકારનાં વિકસિત ભારત @2047 ( Viksit Bharat@2047 ) નાં સંકલ્પને પૂર્ણ કરવા માટે લાગુ કરેલી લોકકલ્યાણની વિવિધ યોજનાઓ, વિવિધ ક્ષેત્રોનું પ્રદાન અને અન્ય માહિતી રજૂ કરવામાં આવી છે. સાથે જ રોજગાર વિનિમય કચેરી અને પોસ્ટ વિભાગ દ્વારા મુલાકાતીઓને તેમની કામગીરીની માહિતી આપવામાં આવી હતી.
આ પ્રદર્શનને સફળ બનાવવા અમૃતભાઈ સોનેરી અને રોશનભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)