News Continuous Bureau | Mumbai
- જિલ્લા પંચાયત દ્વારા મત્સ્ય ઉછેર માટે સુરત વધુ જિલ્લાના ૧૬ તળાવોને ઈજારા પર અપાયા
- મત્સ્યોદ્યોગની આવકથી ગ્રામ પંચાયતના સ્વ-ભંડોળમાં વધારો થશે
- ગામમાં સુવિધાઓની સાથે સ્થાનિક રોજગારીની તકોમાં વધારો થશે, ગામના વિકાસને વેગ મળશે
- ગ્રામ પંચાયતોને ઈજારાના સમયગાળા દરમિયાન અંદાજે ૨૩.૪૦ લાખની માતબર આવક થશે
Fish Farming: થોડા દિવસો અગાઉ સુરત જિલ્લા પંચાયત ની મત્સ્ય ઉદ્યોગ કચેરીના ઉપક્રમે સુરત જિલ્લાના ૪૧ તળાવોને મત્સ્ય ઉછેર માટે ટેન્ડર પદ્ધતિથી ઇજારા આપવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી, જેની સફળતા બાદ વધુ ૧૬ તળાવોની મત્સ્ય ઉછેર માટે ઇજારદારોને ફાળવણી કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Road Accident Treatment: મહારાષ્ટ્રના રોડ અકસ્માતમાં ઘવાયેલા ભરતસિંહના મફતમાં થઇ સારવાર, નવી સિવિલમાં વિના ઓપરેશન સ્વસ્થ થયા..
Fish Farming: તાજેતરમાં ૪૧ તળાવોને ઈજારા પર અપાયા હતા ત્યારે જિ.પંચાયતના પ્રમુખશ્રીએ અન્ય ગ્રામ પંચાયતોને આ પહેલમાં જોડવા માટે આગ્રહ કર્યો હતો, પરિણામે વધુ નવા ૧૬ તળાવોને મત્સ્યઉછેર માટે ઈજારા અપાયા છે. આમ અત્યાર સુધી જિલ્લા પંચાયત, મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા જિલ્લાના કુલ ૫૭ જેટલા તળાવોને મત્સ્ય ઉછેર માટે ઈજારા પર અપાયા છે. જેનાથી ગ્રામ પંચાયતોને વર્ષે ૪.૭૫ કરોડથી વધુની માતબર આવક થશે. આમ, ગ્રામ-પંચાયતની સ્વ-ભંડોળની આવકમાં વધારો થતા ગામમાં સુવિધાઓ વધવાની સાથે સ્થાનિક રોજગારીની તકોમાં પણ વધારો થશે અને ગામના વિકાસને વેગ મળશે. જિલ્લા પંચાયતની ગ્રામ પંચાયતોને સ્વનિર્ભર બનાવવા અને આવકમાં વધારો કરવાની પહેલથી વર્ષોથી એમ જ ખાલી પડેલા તળાવોની પણ જાળવણી થશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed