Fit India Run : સુવાલી બીચ પર CISF દ્વારા ફીટ ઈન્ડિયા રન 4.0 યોજાઈ..

Fit India Run : દેશના અર્ધલશ્કરી દળો ફીટ ઈન્ડિયા રન 4.0 હેઠળ દેશવાસીઓને શારીરિક રીતે સ્વસ્થ રહેવાનો સંદેશ આપી રહ્યા છે

by Akash Rajbhar
Fit India Run 4.0 organized by CISF at Suvali Beach

News Continuous Bureau | Mumbai 

Fit India Run : વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) અર્ધલશ્કરી દળોને સામાન્ય લોકોની વચ્ચે જઈને તેમને શારીરિક રીતે સ્વસ્થ(healthy) રહેવાનો સંદેશ આપવા અને તેમને જાગૃત કરવા આહ્વાન કર્યું છે. આરોગ્ય જાગૃતિના આ અભિયાનને ફિટ ઈન્ડિયા રન 4.0 નામ આપવામાં આવ્યું છે. આ સંદર્ભે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ- CISF યુનિટ KGPP કવાસના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી સુરેન્દ્ર કુમાર સોનકરિયાના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે ચોર્યાસી તાલુકાના સુવાલી બીચ(Suvali Beach), મોરા ખાતે ફિટ ઈન્ડિયા રન યોજાઈ હતી. જેમાં CISF ના અધિકારી-કર્મચારીઓએ ‘સ્વસ્થ ભારત, સ્વસ્થ સમાજ’નો સંદેશ આપ્યો હતો. ઉપસ્થિત સૌ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા, આદર્શ જીવનશૈલી અપનાવવા અને નિયમિતપણે વ્યાયામ(Exercise) કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

Fit India Run 4.0 organized by CISF at Suvali Beach

Fit India Run 4.0 organized by CISF at Suvali Beach

આ સમાચાર પણ વાંચો : Birthday Special: કૃતિ ખરબંદાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી કરી કરિયરની શરુઆત, જાણો જ્વેલરી ડિઝાઇનર કેવી રીતે આવી ફિલ્મોમાં

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More