Site icon

Unseasonal Rain: સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં તા.૧૨ મે થી તા.૧૬મી મે દરમિયાન સંભવિત કમોસમી વરસાદની આગાહી

Unseasonal Rain: કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોને તકેદારીના પગલાઓ ભરવા અનુરોધ.

Forecast of possible unseasonal rain in the districts of South Gujarat including Surat from May 12 to May 16

Forecast of possible unseasonal rain in the districts of South Gujarat including Surat from May 12 to May 16

News Continuous Bureau | Mumbai

Unseasonal Rain: હવામાન ખાતાની આગાહીને ( IMD Forecast ) અનુલક્ષીને તા.૧૨-૦૫-૨૦૨૪ થી  તા.૧૬-૦૫-૨૦૨૪ દરમિયાન રાજયના ઉત્તર ગુજરાતના ( Gujarat  ) અમુક જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી, સુરત  જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને  ખેડૂતોએ પાકના રક્ષણ તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડુતોને અનુરોધ કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

         કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ( Farmers ) ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું. ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ અંગે વધુ  જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ  અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા સુરત ( Surat ) જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે

આ સમાચાર પણ વાંચો :  Wholesale Inflation: એપ્રિલમાં જથ્થાબંધ મોંધવારી દરમાં રેકોર્ડ બ્રેક વધારો, મોંધા શાકભાજી અને કઠોળના કારણે આવ્યો વધારો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Mamata Banerjee: INDIA ગઠબંધનમાં મોટી તિરાડ: બંગાળમાં મમતા બેનર્જી એકલા પડ્યા, ‘SIR’ મુદ્દે મોટો રાજકીય ધમાસાણ.
Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Exit mobile version