News Continuous Bureau | Mumbai
Surat: ઠંડીમાં ફૂટપાથ પર સૂતા બાળકોને રક્ષણ આપતી ફ્રેન્ડશિપ ફોર વેલફેર અને ચેરિટી સંસ્થાએ ફૂટપાથ પર બિનવારસી હાલતમાં ઠંડીમાં ઠુંઠવાતા બે સગીર ભાઈ-બહેનને સલામત આશ્રય અપાવ્યો હતો. રાત્રે લગભગ બે વાગ્યાના આસપાસ સંસ્થાના સભ્ય જિગરભાઈ રાવલના મોબાઈલ પર કોલ આવ્યો કે અઠવાલાઇન્સના અંબાજી મંદિરની ગલીમાં ફૂટપાથ પર સૂઈ રહેલા બે નાનકડા બાળકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે અને આસપાસ કોઈ રક્ષા માટે હાજર નહોતું.

Friendship for Welfare, a charity organization in surat that protects children sleeping on footpaths in the cold
જિગરભાઈએ મહિલા અને બાળમિત્રના કો-ઓર્ડિનેટર પિયુષભાઈ શાહનો સંપર્ક કર્યો. રાત્રે ૩:૦૦ વાગ્યે પિયુષભાઈ આ સરનામે પહોચ્યા. જ્યાં જાણવા મળ્યું કે, આ ૮ વર્ષની છોકરી અને ૧૦ વર્ષના છોકરાના ( Street Kids ) માતા-પિતા જિલાની બ્રિજની નીચે રહે છે અને દારૂનું સેવન કરતાં હોવાથી બાળકો તેમની સાથે રહેવામાં અસુરક્ષિત અનુભવતા હતા. તેમને માતાપિતા પાસે લઈ જવા માટે કહેવામાં આવ્યું ત્યારે બાળકોએ સ્પષ્ટ ના પાડી પિયુષભાઈએ સમજાવ્યું કે ઠંડીમાં ( Gujarat Winter ) ફૂટપાથ પર રહેવું વધુ જોખમી છે એટલે બાળગૃહમાં જવા માટે તૈયાર થયાં. બન્ને બાળકોને સાથે લઈ, પિયુષ શાહ અને જિગર રાવલ ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં, જ્યાં હાજર પોલીસ સ્ટાફે સવાર સુધી બાળકોને આરામદાયક રૂમમાં સુવાની વ્યવસ્થા કરી અને સવારે બાળગૃહમાં ( Friendship for Welfare and Charity Organization ) મોકલી આપવામાં આવ્યા હતા.

Friendship for Welfare, a charity organization in surat that protects children sleeping on footpaths in the cold
આ સમાચાર પણ વાંચો : SM Krishna Death: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ, કર્ણાટકના પૂર્વ CM એસએમ કૃષ્ણાનું નિધન, રાજકીય જગતમાં શોક
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.