News Continuous Bureau | Mumbai
Surat Garib Kalyan Mela : દિવ્યાંગ વ્યક્તિને પણ સમાજમાં સ્વમાનભેર જીવવાનો હક છે. દિવ્યાંગ હોવા છતાં વ્યક્તિ પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ વડે સમાજમાં ગૌરવભેર જીવી જ શકે એના માટે ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે,ત્યારે સુરત શહેરના કતારગામ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં દિવ્યાંગ દંપતિને રૂા.એક લાખની સહાય મળતા તેઓની ખુશી બેવડાઈ હતી. સુરત શહેરના છાપરાભાઠા વિસ્તારની મણીબા પાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા દિવ્યાંગ લાભાર્થી દિક્ષિતભાઇ જાખરીયા અને તેમના દિવ્યાંગ ધર્મપત્ની સરોજબેન માટે સરકારની લગ્ન સહાય યોજના આશીર્વાદરૂપ નિવડી છે. આ યોજના અંતર્ગત દિવ્યાંગ યુગલને રૂ. ૫૦-૫૦ હજારના લેકે રૂ.૧લાખની સહાય પ્રાપ્ત થઇ છે. દિક્ષિતભાઇને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, સુરત ખાતેથી સરકારની દિવ્યાંગ લગ્ન સહાય યોજના ( Lagna Sahay Yojana ) વિશે માહિતી મળી હતી.
સમાજ સુરક્ષા અધિકારી અને કર્મચારીઓની મદદથી તેમણે અને તેમના પત્નીએ દિવ્યાંગ લગ્ન સહાયનું ( Divyang Lagna Sahay ) ફોર્મ સરળતાથી ભરી દીધું અને તેમને બંનેને આજે ગરીબ કલ્યાણ મેળામાં રૂ.૫૦-૫૦ હજારની સહાય મળી હતી. પોતાના આ અનુભવ વિશે દક્ષિતભાઇએ જણાવ્યું હતુ કે,પાંચ મહિના પહેલા જ અમારા લગ્ન થયા. હું અને મારી પત્ની શિક્ષિત હોવાથી ટ્યુશન કલાસીસ ચલાવીને ગુંજરાન ચલાવીએ છીએ. મને દિવ્યાંગ લગ્ન સહાય વિશેની જાણવા મળ્યું અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરતા તેઓને વિનમ્રભાવે તમામ માહિતી આપી. બન્નેનું ફોર્મ ભરતા ટુંક જ સમયમાં કતારગામના ગરીબ કલ્યાણ મેળામાં ( Garib Kalyan Mela ) અમોને રૂા.૫૦-૫૦ હજાર મળી કુલ એક લાખ રૂપિયાનો હાથોહાથ ચેક મહાનુભાવોના હસ્તે મળ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, દિવ્યાંગ લગ્ન યોજના સહાયનો લાભ મળતા હવે હું અમારા લગ્નના નાના-મોટા ખર્ચની ચૂકવણી કરી દેવામાંથી મુક્ત થઇ જઇશ. મારી પત્નીને સહાય પેટે મળેલા રૂ.૫૦ હજાર અમે બેન્કમાં જમાં રાખીશું. જેથી જરૂરિયાત સમયે અમને કામ લાગશે. સરકારની દિવ્યાંગ લગ્ન સહાય યોજના થકી એમને ઘણી મદદ મળી છે. લગ્ન સમયે થયેલા ખર્ચની ભરપાઇ કરી શકીશું. દિવ્યાંગ ( disabled couple ) લગ્ન સહાય સિવાય અમે નિ:શૂલ્ક બસ પાસ, રેલ્વે પાસ સહિતની યોજનાઓનો પણ લાભ લઈ રહ્યા છીએ. સરકારશ્રીની દિવ્યાંગ માટેની યોજના અમારા જેવા અનેક લોકો માટે આર્શિવાદરૂપ નિવડી છે, જેથી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : IND vs BAN: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ‘સુપર ફેન’ ટાઈગર રોબી સાથે થઈ મારપીટ ? હોસ્પિટલમાં કર્યો દાખલ; જુઓ વિડીયો..
Surat Garib Kalyan Mela : દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ લગ્નની તારીખથી ૨ વર્ષની સમયમર્યાદા સુધી અરજી કરી શકશેઃ
સરકારના ( Gujarat Government ) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ-ગાંધીનગર દ્વારા અમલી દિવ્યાંગ લગ્ન સહાય યોજના અન્વયે લગ્નના બે વર્ષની સમય મર્યાદામાં આધાર-પૂરાવા સાથે અરજી કરવાની રહે છે. પતિ-પત્ની દિવ્યાંગ હોય તો ૫૦-૫૦ હજાર લેખે રૂ.૧ લાખની સહાય મંજૂર કરવામાં આવે છે. તેમજ દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો રૂ. ૫૦ હજાર સહાય પેટે ચૂકવવામાં આવે છે. ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.