Garib Kalyan Mela: વંચિતોને નવી આશા આપતું માધ્યમ એટલે ‘ગરીબ કલ્યાણ મેળો’, સુરતમાં આ યોજના અંતર્ગત લાભાર્થીને મળી ૫૦ હજારની તાત્કાલિક સહાય

Garib Kalyan Mela: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં લિંબાયતના મહેશભાઈ પાટીલને મળી રૂ.૫૦ હજારની મદદ

News Continuous Bureau | Mumbai

Garib Kalyan Mela:  ગરીબ કલ્યાણ મેળાએ અનેક પરિવારોને આત્મનિર્ભરતાની નવી દિશા આપી છે. કતારગામમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લિંબાયતની મયુર સોસાયટીના રહેવાસી મહેશભાઈ પાટીલને સુરત મહાનગરપાલિકાના ( Surat Municipality ) યુસીડી વિભાગ દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના અંતર્ગત રૂ. ૫૦ હજારની તાત્કાલિક સહાય મળી હતી.  

Join Our WhatsApp Community

            લાભાર્થી મહેશભાઈએ હર્ષ સાથે જણાવ્યું હતું કે, મને સ્વનિધિ યોજના ( Pradhan Mantri Svanidhi Yojana ) થકી મળેલી લોનથી પાનના ગલ્લાના વ્યવસાયને આગળ વધારવાનો માર્ગ મળ્યો છે. આ સહાયથી મેં આત્મનિર્ભર બનીશ અને પરિવારને સમૃદ્ધ બનાવવા તરફ ડગલું માંડીશ.

Garib Kalyan Mela in Surat the beneficiary received immediate assistance of 50 thousand under this scheme.

Garib Kalyan Mela in Surat the beneficiary received immediate assistance of 50 thousand under this scheme.

 

             મહેશભાઈએ ( Surat  ) પોતાના સંઘર્ષની વાત કરતા જણાવ્યુ કે, મારા મધ્યમવર્ગીય પરિવારમાં માતા-પિતા મજૂરી કામ કરતા હતા. તેમને મદદરૂપ થવા નાની ઉંમરે જ પાનનો ગલ્લો શરૂ કર્યો.  જે મારાં પરિવારનું ભરણપોષણમાં ઘણો સહાયક બન્યો હતો. પરંતુ કોરોના કાળમાં મારા વ્યવસાય પર જોખમ ઉભું થયું અને ગલ્લો બંધ કરવાની નોબત આવી, ત્યારે મને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની જાણકારી મળી. સુરત મહાનગરપાલિકાના યુસીડી વિભાગે મને તમામ માહિતી આપી અને ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો સાથે જમા કરાવવાની રીત સમજાવી. ટૂંક સમયમાં જ મને રૂ. ૧૦,૦૦૦ની લોન મળી, જે પછી રૂ. ૨૦,૦૦૦ અને હાલ ૫૦,૦૦૦ ની લોન મંજૂર થઇ છે.

Garib Kalyan Mela in Surat the beneficiary received immediate assistance of 50 thousand under this scheme.

આ સમાચાર પણ વાંચો : Seva Setu Gujarat: સેવાસેતુમાં અરજીઓ-પ્રશ્નોનું ઘર આંગણે નિરાકરણ, સુરતના આ દિવ્યાંગજન લાભાર્થીએ ગુજરાત સરકારનો વ્યકત કર્યો આભાર

           વધુમાં તેમણે કહ્યું કે,આ લોનની રકમથી તે વ્યવસાયમાં વધુ મટિરિયલ ઉમેરવાની યોજના છે, જેથી ગલ્લાને વધુ વિકસાવી શકે. મહેશભાઈએ રાજ્યની વંચિતો સંપ્રત્યે વેદનશીલ સરકારનો આભાર માનતા કહ્યું કે, જરૂરિયાતમંદ લોકોએ પણ આ યોજનાનો લાભ લઈને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં સહકાર આપીએ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Exit mobile version