Site icon

GSHSEB: GSHSEBએ માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ-૧૨ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ કર્યું જાહેર

GSHSEB: સુરત જિલ્લાનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૯૩.૩૮ અને વિજ્ઞાન પ્રવાહનું ૮૫.૫૬ ટકા પરિણામ જાહેર સામાન્ય પ્રવાહમાં સુરત જિલ્લાના ૧૭૦૩ અને વિજ્ઞાન પ્રવાહના ૩૨૮ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ. વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1 ગ્રેડમાં ૩૨૮ વિદ્યાર્થીઓ અને A2 માં ૧૮૪૪ વિદ્યાર્થીઓ નોંધાયા. સામાન્ય પ્રવાહમાં પણ ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1 ગ્રેડમાં ૧૭૦૩ અને A2 ગ્રેડમાં ૭૨૦૩ વિદ્યાર્થીઓએ બાજી મારી

GSHSEB has declared the results of the Class-12 General and Science stream examination held in March 2024

GSHSEB has declared the results of the Class-12 General and Science stream examination held in March 2024

News Continuous Bureau | Mumbai

GSHSEB: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)-ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ-૧૨ની ( Class 12 Exam Result )   સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સુરત જિલ્લાનું સામાન્ય પ્રવાહનું ૯૩.૩૮ અને વિજ્ઞાન પ્રવાહનું ૮૫.૫૬ ટકા પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1 ગ્રેડમાં ૩૨૮ વિદ્યાર્થીઓ અને A2માં ૪૩૮૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં પણ ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1 ગ્રેડમાં ૧૭૦૩ અને A2 ગ્રેડમાં ૭૨૦૩ વિદ્યાર્થીઓએ બાજી મારી છે.  

Join Our WhatsApp Community

                  સામાન્ય પ્રવાહમાં સુરત ( Surat ) જિલ્લાના ૧૭૦૩ વિદ્યાર્થીઓએ ( Students ) A1 અને ૭૨૦૩ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. B1માં ૯૮૪૦ અને B2માં ૧૦,૦૧૩ વિદ્યાર્થીઓ છે. સુરત જિલ્લામાં ૯૯.૦૮% પરિણામ સાથે સરભોણ કેન્દ્રનું સૌથી ઊંચું અને ૮૮.૨૮% સાથે ઉધનાનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે. અને સરકારી શાળાની વાત કરીએ તો, માંડવી તાલુકાની ગવાછી અને વિરપોર સરકારી માધ્યમિક અને ઉ.મા. શાળા ૧૦૦ ટકા સાથે અવ્વલ રહી તો, સુરતના ગભેણીની સરકારી મા. અને ઉ.મા. શાળાનું ૯૪.૧૨ ટકા સાથે સૌથી ઓછું પરિણામ નોંધાયું હતું. 

આ સમાચાર પણ વાંચો:  Express Train : ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને સોમનાથ એક્સપ્રેસના સંચાલન સમયમાં આંશિક ફેરફાર

                  જ્યારે વિજ્ઞાન પ્રવાહના ( Science stream ) ૩૨૮ વિદ્યાર્થીઓએ A1 અને ૧૮૪૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લામાં ૯૮.૮૩% પરિણામ સાથે વરાછા કેન્દ્રનું સૌથી ઊંચું અને ૭૦.૭૮% સાથે કીમનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે. અને સરકારી શાળાની વાત કરીએ તો, ઉમરપાડા તાલુકાની મોડેલ સ્કૂલ, આમલીદાભડાનું ૮૯.૪૭ ટકા સાથે સૌથી વધુ, તો ઉમરપાડા તાલુકાની જ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું ૬૯.૨૩% સાથે સૌથી ઓછું પરિણામ ( Results announced ) નોંધાયું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત તરફથી વિગતો પ્રાપ્ત થઈ છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version