News Continuous Bureau | Mumbai
Gujarat Global Expo Mega Exhibition: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ મેગા એક્ઝિબિશન યોજાશે. પરિચિત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રદર્શનને મેયર દક્ષેશભાઈ માવાણીની ઉપસ્થિતિમાં તા.૧૯મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે સાંસદ મુકેશ દલાલના ( Mukesh Dalal ) હસ્તે ખૂલ્લું મૂકાશે. વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના વિકાસકામો, વિવિધ અભિયાનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓને પ્રદર્શિત કરાશે.
એક્ઝિબિશનમાં ( Gujarat Global Expo Mega Exhibition ) રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ૧૦૦ જેટલી સંસ્થાઓ તેમની સિદ્ધિઓનું પ્રદર્શન કરી રહી છે. જેમાં DRDO, પાવરગ્રીડ, ઈસરો, GSI, CSIR, NCERT, ICAR, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, C.W..C., APEDA, ICMR, MOES, REC , BIS , CPCB, NIF જેવી સરકારી જાહેર એજન્સી-સંસ્થાઓ ભાગ લઈ રહી છે. વિજ્ઞાન સંસ્થાઓના ( Science Institutes ) વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે. તમામ વય જૂથના નાગરિકો માટે પ્રવેશ નિ:શુલ્ક છે. ત્રણ દિવસ માટે સવારે ૧૦.૩૦ થી ૫.૩૦ વાગ્યા દરમિયાન શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, આમ નાગરિકો સુરતમાં આ પ્રકારના પ્રથમવાર યોજાઈ રહેલા પ્રદર્શનને ( Exhibition ) નિહાળી શકશે.
આ સમાચાર પણ વાંચો : Kalyan Railway Station Bomb Threat: આ રેલ્વે સ્ટેશનને ઉડાવી દેવાની મળી ધમકી.. મધરાતે સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં રણક્યો ફોન, નોંધાયો કેસ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.