Site icon

Gujarat Global Expo Mega Exhibition: સુરતમાં આવતીકાલથી “ગુજરાત ગ્લોબલ એક્સ્પો” મેગા એક્ઝિબિશનનુ આયોજન, સાંસદ મુકેશ દલાલના હસ્તે થશે આ પ્રદર્શનનુ ઉદ્ઘાટન..

Gujarat Global Expo Mega Exhibition: નર્મદ યુનિ. ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત “ગુજરાત ગ્લોબલ એક્સ્પો” મેગા એક્ઝિબિશનને સાંસદ મુકેશભાઈ દલાલના હસ્તે ખુલ્લો મૂકાશે. કેન્દ્ર સરકારની સિદ્ધિઓને પ્રદર્શનના માધ્યમથી રજૂ કરાશે: વિજ્ઞાન સંસ્થાઓના વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે

Gujarat Global Expo mega exhibition to be organized in Surat from tomorrow

Gujarat Global Expo mega exhibition to be organized in Surat from tomorrow

News Continuous Bureau | Mumbai 

Gujarat Global Expo Mega Exhibition:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ મેગા એક્ઝિબિશન યોજાશે. પરિચિત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રદર્શનને મેયર  દક્ષેશભાઈ માવાણીની ઉપસ્થિતિમાં તા.૧૯મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે સાંસદ  મુકેશ  દલાલના ( Mukesh Dalal ) હસ્તે ખૂલ્લું મૂકાશે. વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના વિકાસકામો, વિવિધ અભિયાનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓને પ્રદર્શિત કરાશે.  

Join Our WhatsApp Community

               એક્ઝિબિશનમાં (  Gujarat Global Expo Mega Exhibition ) રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ૧૦૦ જેટલી સંસ્થાઓ તેમની સિદ્ધિઓનું પ્રદર્શન કરી રહી છે. જેમાં DRDO, પાવરગ્રીડ, ઈસરો, GSI, CSIR, NCERT, ICAR, જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા, C.W..C., APEDA, ICMR, MOES, REC , BIS , CPCB, NIF જેવી સરકારી જાહેર એજન્સી-સંસ્થાઓ ભાગ લઈ રહી છે. વિજ્ઞાન સંસ્થાઓના ( Science Institutes ) વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહેશે. તમામ વય જૂથના નાગરિકો માટે પ્રવેશ નિ:શુલ્ક છે. ત્રણ દિવસ માટે સવારે ૧૦.૩૦ થી ૫.૩૦ વાગ્યા દરમિયાન શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, આમ નાગરિકો સુરતમાં આ પ્રકારના પ્રથમવાર યોજાઈ રહેલા પ્રદર્શનને ( Exhibition ) નિહાળી શકશે. 

આ સમાચાર પણ વાંચો : Kalyan Railway Station Bomb Threat: આ રેલ્વે સ્ટેશનને ઉડાવી દેવાની મળી ધમકી.. મધરાતે સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં રણક્યો ફોન, નોંધાયો કેસ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

EV incentives Surat: સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫ શું છે?
Surat e-mobility: દેશની સૌપ્રથમ ‘સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫’નું લોન્ચિંગ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ
Pulsana Gram Panchayat: સુરત જિલ્લાની પલસાણા ગ્રામપંચાયતનું ‘ડિજિટલ ઈન્ડિયા’ તરફ વધુ એક પગલું
Surat VRDL: સરકારી મેડિકલ કોલેજ-સુરતની વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (VRDL)એ દેશની ટોચની ૧૦ લેબોરેટરીમાં સ્થાન મેળવ્યું
Exit mobile version