News Continuous Bureau | Mumbai
Gram Sadak Yojana: આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે ( Gujarat Government ) ઝડપભેર હકારાત્મક પ્રતિસાદ આપી સુરત જિલ્લાના માંડવી તાલુકાના ૭ અને તાપી જિલ્લાનો ૧ રસ્તો મળી રૂ.૧૯ કરોડના ૮ રસ્તાના કામોને મંજૂરી આપી છે.
જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સુઆર્ટ જિલ્લાના માંડવી તાલુકા ખાતે રૂ.૩.૪૦ કરોડનો ૭.૫૦ કિ.મી લંબાઇનો માંડવી મોરીઠા રેગામા રોડ, રૂ. ૫.૫૦ કરોડનો ૧૦.૭૪ કિમીનો ગોડસંબાં કરવલ્લી ટીટોઈ સાલૈયા વલારગઢ રોડ, રૂ.૧.૩૦ કરોડનો ૭૦૦ મીટરનો L059 બડતલ સામરી ફળિયા રોડ, રૂ.૪૦ લાખનો ૧ કિમીનો L078 મોટિચેર ચાચરિયા ફળિયા એપ્રોચ રોડ, રૂ.૪ કરોડનો ૧૦.૨૦ કિમીનો L035 ફેદરી ફળિયા મોરીઠા ઘંટીલા રોડ, રૂ.૧.૮૦ કરોડનો ૪.૬૦ કિમીનો ઉમરસાડી ખરોલી મોટા ફળિયા રોડ, રૂ.૧.૬૦ કરોડનો ૪ કિમીનો ઉશ્કેર ધરમપોર રોડ, તેમજ તાપી જિલ્લાનો રૂ.૧ કરોડનો ૨ કિમીનો L127 પીપળકૂવા બંધારી ફળિયા રોડ મળી કુલ ૪૦.૭૪ કિમીના ૧૯ કરોડના રસ્તાના રીસર્ફેસિંગની ( Road Resurfacing ) કામગીરી કરાશે.
આ સમાચાર પણ વાંચો : Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડમાં ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સેકન્ડરી એગ્રીકલ્ચરની શતાબ્દીની કરી ઉજવણી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
