Site icon

Gujarat State Swimming Championship 2024: સુરતમાં યોજાઈ ગુજરાત રાજ્ય સ્વિમીંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪, આ ચાર સ્વીમરોએ જીત્યા મેડલ..

Gujarat State Swimming Championship 2024: રૂસ્તમપુરા ખાતે આયોજિત સ્વિમિંગ સ્પર્ધામાં સુરતના ચાર સ્વીમરોએ જીત્યા મેડલો. વિજેતા ખેલાડીઓ ભોપાલ ખાતે ૨૦મી માસ્ટર નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૪માં ભાગ લઇ સુરતનું પ્રતિનિધિત્વ કરશે

Gujarat State Swimming Championship 2024 held in Surat, these four swimmers won medals..

Gujarat State Swimming Championship 2024 held in Surat, these four swimmers won medals..

News Continuous Bureau | Mumbai

Gujarat State Swimming Championship 2024: ગુજરાત સ્ટેટ એકવેટીક એસોસિએશન દ્વારા આયોજિત ૧૩મી ગુજરાત રાજ્ય સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૪ રૂસ્તમપૂરા તરણ કુંડ ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત ના ૨૫થી વધુની વયના ૧૬૦થી વધુ પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરત ( Surat ) મનપા સંચાલિત સિંગણપોર તરણ કુંડના ચીફ સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર વિરલ સેલરના માર્ગદર્શન હેઠળ સુરતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.  

Join Our WhatsApp Community

          આ સ્પર્ધામાં કેટલીક રમતમય ( Swimmers ) સિદ્ધિઓ નોંધાઇ, જેમાં ભરતકુમાર સેલરે ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ, મનીષકુમાર ગાંધીએ એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ, રાજેશકુમાર ચૌધરીએ બે ગોલ્ડ અને બે સિલ્વર અને જયસુખ ઘોઘારીએ એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરી પોતાનું કૌવત દેખાડ્યું હતું. આ સફળતાના પરિણામે, આ ખેલાડીઓ હવે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત ૨૦મી માસ્ટર નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૪માં ( Masters National Championship in 2024 ) ભાગ લેવા માટે ભોપાલ જશે. ગુજરાત સ્ટેટ એકવેટીક ( Gujarat State Aquatic Association ) એસો.એ ખેલાડીઓની સિદ્ધિઓ પર આનંદ વ્યક્ત કરી આગામી ચેમ્પિયનશિપમાં સફળતાની શુભેચ્છા પાઠવી હતી. 

આ સમાચાર પણ વાંચો : Centre Flood Relief : પૂરથી પ્રભાવિત આ રાજ્યોને શક્ય તમામ સહાય પૂરી પાડવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ, પૂર રાહત માટે 675 કરોડની સહાયને આપી મંજૂરી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Pulsana Gram Panchayat: સુરત જિલ્લાની પલસાણા ગ્રામપંચાયતનું ‘ડિજિટલ ઈન્ડિયા’ તરફ વધુ એક પગલું
Surat VRDL: સરકારી મેડિકલ કોલેજ-સુરતની વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (VRDL)એ દેશની ટોચની ૧૦ લેબોરેટરીમાં સ્થાન મેળવ્યું
PM Modi Birthday: સુરત શહેર હોમગાર્ડઝ અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ(JCI)-બારડોલીએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે ૧.૭૫ લાખ સીડ બોલ્સ બનાવી વિશ્વ વિક્રમ સર્જ્યો
Surat Sakhi One Stop Center: સુરત સખી વન સ્ટોપ સેન્ટરની વધુ એક સફળતા: પરિવારથી નારાજ થઈને સુરત આવી પહોંચેલી ઉત્તરપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે પુન:મિલન
Exit mobile version