International Yoga Day: વર્ષોથી ગ્રૂપમાં યોગ અભ્યાસ કરતાં હિનાબેન પટેલ બદલાતી જીવનશૈલી સાથે શારીરિક સ્વસ્થતાનો તાલમેલ સાધવાનો શ્રેય નિયમિત યોગને આપે છે

International Yoga Day: વધતી ઉંમરે હેલ્ધી અને એક્ટિવ રહેવા યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવો આવશ્યક. ગ્રૂપમાં યોગ કરવાથી કંટાળો નથી આવતો તેમજ નવા આસનો શીખવા જરૂરી પ્રોત્સાહન મળી રહે છેયોગસાધક હિનાબેન પટેલ

by Hiral Meria
Hinaben Patel, who has practiced yoga in groups for years, credits regular yoga with balancing physical fitness with a changing lifestyle

News Continuous Bureau | Mumbai

International Yoga Day: છેલ્લા ઘણાં વર્ષોથી યોગ સાથે જોડાયેલા અને નિયમિત રીતે ગ્રૂપમાં યોગાભ્યાસ ( Yoga practice ) કરતાં સુરતના ( Surat ) હિનાબેન પટેલ પોતાની તંદુરસ્તીનું રહસ્ય યોગને આપે છે. યોગને કારણે શરીરમાં ફ્લેક્સિબિલિટી વધવાની સાથે એનર્જી પણ વધે છે એમ જણાવતા હિનાબેન બદલાતી જીવનશૈલી સાથે શારીરિક સ્વસ્થતાનો તાલમેલ સાધવાનો શ્રેય નિયમિત યોગને આપે છે.

           હિનાબેન ( Hinaben Patel ) જણાવે છે કે, અમે વર્ષોથી સાથે ગ્રૂપમાં યોગ કરી છીએ જેથી નિયમિત યોગ કરવાનો કંટાળો નથી આવતો. તેમજ જ્યારે પણ નવા આસનો કરવા હોય ત્યારે જરૂરી પ્રોત્સાહન મળી રહે છે. તેઓ કહે છે કે, વધતી ઉંમરે શારીરિક ( Physical fitness ) રીતે સ્વસ્થ અને એક્ટિવ રહેવા ‘માટે રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવું જરૂરી છે. સાથે જ તેમણે દરેકને ‘EVERYDAY IS YOGDAY’નાં સૂત્ર સાથે રોજ યોગાભ્યાસ દ્વારા સ્વસ્થ અને નિરોગી રહેવાનું આહ્વાન કર્યું હતું. 

આ સમાચાર  પણ વાંચો :  Water Tunnel: વડાલા અને પરેલ વચ્ચે 5.25 કિલોમીટર લાંબા પાણીના ટનલનું બ્રેક-થ્રુ રહ્યું સફળ.. જાણો વિગતે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like