News Continuous Bureau | Mumbai
Karma Bhushan award 2024: સુરતના હોમગાર્ડ વિભાગમાં નિષ્ઠા અને પ્રતિબદ્ધતાપૂર્વક સેવા બજાવતાં પ્રકાશકુમાર મૌર્ય (CSM રેંક, મુખ્યમંત્રી મેડલ વિજેતા)ને અનીશ સંસ્થા દ્વારા ‘કર્મ ભૂષણ એવોર્ડ ૨૦૨૪’થી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમના સત્કાર્યોથી પ્રેરિત થઈ આપવામાં આવ્યો છે.
પ્રકાશકુમાર મૌર્ય છેલ્લા ૧૮ વર્ષથી સચિન હોમગાર્ડ યુનિટમાં ( Sachin Home Guard Unit ) સેવા આપી રહ્યા છે. તેઓ માત્ર ફરજ પૂરતી જ જવાબદારી બજાવતા નથી, પરંતુ સમાજની ભલાઈ માટે ઉત્સાહભેર કામ કરે છે. સચિન પોલીસ સ્ટેશન સાથે જોડાઈ, તેઓ શહેરની શાળા અને વિસ્તારોમાં બાળકીઓ સામેના અપરાધો અટકાવવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવે છે.
ગુમ થયેલા બાળકોને પરિવાર સાથે મિલન કરવાનું પ્રસંશનીય કાર્ય કરી રહ્યાં છે. તેઓએ ફરજ દરમિયાન ૪૦ જેટલા ગુમ થયેલા બાળકોને શોધી, તેમને તેમના માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે. આ સિવાય, વૃદ્ધોને તેમના પરિવારજનો સાથે ફરીથી જોડવાની નોંધપાત્ર કામગીરી કરી માનવસેવામાં તેમની પ્રતિબદ્ધતા દાખવી છે.
તેમણે માત્ર ગુજરાતમાં ( Surat ) જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશમાં પણ સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઇ, ઉમદા કાર્ય નિભાવ્યું છે. તેઓ સચિન પોલીસ સ્ટેશન સાથે મળીને શાંતિ અને સુરક્ષા જાળવવાના સતત પ્રયાસો કરે છે.
આ સમાચાર પણ વાંચો : GIFT City Gandhinagar: ભારતનું ફાયનાન્સિયલ ગેટ-વે બન્યું ગાંધીનગરનું ગિફ્ટ સિટી, PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં આ પ્રસિદ્ધ કંપનીઓની કોર્પોરેટ ઓફિસો છે કાર્યરત.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.