News Continuous Bureau | Mumbai
Gujarat Government: સહકાર, ઉદ્યોગ કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના ( Jagadish Vishwakarma ) અધ્યક્ષસ્થાને અને વન, પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની ( Mukeshbhai Patel ) ઉપસ્થિતિમાં કામરેજ ખાતે સહકારથી સમૃદ્ધિ: ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ હેઠળ કામરેજ ખાતે પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા અને ગ્રામ્ય સ્તરે બેંકિંગ સુવિધાઓ અને નાણાકીય પ્રવાહીતા વધારવાના હેતુ સાથે સુરત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
સહકારી સંસ્થાઓ ( Co-operative Institutions ) , દૂધ મંડળીઓ, એપીએમસીના તમામ સભાસદોના સુ.ડિ. કો.બેંકમાં ખાતા ખોલી સહકારી બેન્કિંગ સેક્ટરને મજબૂત બનાવવા અને સભાસદોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે જાગૃત્ત કરવા અને જોડવાની આ ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ અંતર્ગત સુરત ( Surat ) જિલ્લાની કામગીરીની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.
કામરેજ સ્થિત દલપત રામા હોલ, રામકબીર શૈક્ષણિક સંકુલ ખાતે આયોજિત બેઠકમાં સહકાર રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ( central government ) ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝન હેઠળ દેશભરમાં સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરવામાં આવી હતી, જે ખૂબ જ સફળ રહી છે. હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં આ યોજના લાગુ કરાશે. ૧૫ ઓગસ્ટ સુધીમાં સહકારી સંસ્થાઓ, દૂધ સંઘો સાથે સંકળાયેલી તમામ દૂધ મંડળીઓ, એપીએમસીના સભાસદોના સુ.ડિ. કો.બેંકમાં ખાતા ખૂલી જાય એવી સૂચના આપી હતી.

In these two districts of Gujarat, the Cooperation among Cooperatives initiative has been successful, now the state government will do this work.
સહકાર ક્ષેત્રને કોર્પોરેટ સેક્ટરની સમકક્ષ બનાવવાના પ્રયાસો અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ પહેલ હેઠળ, સભ્યો દ્વારા નાણાકીય સેવાઓ મેળવવામાં આવતા પડકારોને ધ્યાનમાં રાખીને, સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને માઇક્રો- ATMના સંચાલન, રોકડ ઉપાડ અને થાપણો સહિત ડિજિટલ વ્યવહારો પર વિશેષ તાલીમ આપવામાં આવી છે. મજબૂત સહકારી ક્ષેત્ર ‘વિકસિત ગુજરાત’ના પાયામાં મજબૂત આધારસ્તંભ સાબિત થશે એમ જણાવી સુરતમાં આ પહેલ હેઠળ ૯૫ ટકા કામગીરી પૂર્ણ થઈ છે જે બદલ સહકારી આગેવાનોને અભિનંદન આપ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Surat : સુરત મહાનગરપાલિકાના મેયરનિધિમાંથી ૪૯૮ જરૂરીયાતમંદોને રૂા.૧.૧૧ કરોડની સહાય એનાયત
સુરત ડિ. સહકારી બેંકના પ્રમુખ બળવંત પટેલે જણાવ્યું હતું કે, દૂધ વ્યવસાય સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા સુરત જિલ્લાની ૮૩૮ ગ્રામ પંચાયતો છે, જેમાં ૧,૫૮,૪૯૬ ખેડૂતો-પશુપાલકો પૈકી ૧,૫૦,૫૭૦ પશુપાલકોના સુરત ડિસ્ટ્રીક્ટ બેંકમાં ખાતા ખોલી દેવામાં આવ્યા છે. જિલ્લાની ૧૧૩૧ દૂધ મંડળીઓ આવેલી છે, જેના ૨,૦૭,૨૫૧ સભાસદો પૈકી ૨,૦૨,૦૦૦ સભાસદોના ખાતા ખોલી દેવામાં આવ્યા છે. આમ, કેન્દ્ર સરકારની ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ હેઠળ ૯૫ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. ઉપરાંત, ૭૨ મંડળીઓમાં ૭૨ બેંક મિત્રો નિયુક્ત કરાયા છે, જ્યારે ૪૭૩ નવા ‘રૂપે કિસાન ક્રેડિટ કાર્ડસ’ ઇસ્યુ કરી વધુ સી. સી. કાર્ડસ વિતરણ અને ૭૪ માઈક્રો એ.ટી.એમ. શરૂ કરવાનું કાર્ય પ્રગતિમાં હોવાની વિગતો આપી હતી.

In these two districts of Gujarat, the Cooperation among Cooperatives initiative has been successful, now the state government will do this work.
નોંધનીય છે કે, આ પાયલટ પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્યો ખેડૂતો અને પશુપાલકોને RuPay કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવી ૦% ના વ્યાજદરે ધિરાણ ઉપલબ્ધ કરાવવું, ખેડૂતો/દૂધ ઉત્પાદકો અને તેમના પરિવારના સભ્યો સહકારી બેંકમાં ખાતા ખોલાવી સહકારી બેંકોની સેવાઓ અને લોન મેળવે તેમજ ખેડૂતો /દૂધ ઉત્પાદકો ગામની મંડળી ખાતેથી જ બેન્કિંગ સેવાઓ મેળવી શકે એવી વ્યવસ્થા ઊભી કરવી, એટીએમ, માઈક્રો એટીએમ, RuPay ડેબિટ કાર્ડની સુવિધા આપવી એ મુખ્ય છે.
આ બેઠકમાં ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ ઢોડીયા, સંદિપ દેસાઈ, ઈશ્વર પરમાર, કાંતિ બલર, જયરામ ગામીત, રાજ્યના સહકાર વિભાગના સચિવશ્રી સંદીપ કુમાર, સુમુલના ચેરમેન શ્રી માનસિંહ પટેલ, જિ.પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, સહકારી રજિસ્ટ્રાર કમલ શાહ,, સહકારી મંડળીઓના ડિરેક્ટરો, હોદ્દેદારો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.