News Continuous Bureau | Mumbai
Mukesh Patel: વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ( AMNS ) કંપનીના CSR (સામાજિક ઉત્તરદાયિત્વ) ફંડમાંથી ચોર્યાસી ( Choryasi ) તાલુકાના સુવાલી ( Suvali ) અને હજીરાગામમાં કરવામાં આવેલા વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયું હતું.
વન અને પર્યાવરણ મંત્રી ( Minister of Forests and Environment ) મુકેશભાઇ પટેલના હસ્તે સુવાલીગામમાં ૧૨૫ સોલાર સ્ટ્રીટ લાઈટ તેમજ હજીરાગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્દઘાટન ( Cricket Ground Inauguration ) અને કોમ્પ્યુનિટી હોલનાં કામનું ખાતમુર્હુત કરાયું હતું. આ વેળાએ મંત્રી અને ધારાસભ્યના હસ્તે AMNS ઇન્ડિયા રૂરલ હજીરા કાંઠા વિસ્તાર ઉડાન ઇન્ટર વિલેજ ક્રિકેટ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના વિજેતા ટીમ અને ખેલાડીઓને ઈનામ વિતરણ કરાયું હતું.

Inauguration of various works in Suvali and Hazira villages of Choryasi Taluka Surat from the CSR fund of AMNS Company by the Minister of Forest Mukeshbhai Patel
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રોત્સાહક વિકાસનીતિને પરિણામે પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા થતા મોટા રોકાણને કારણે હજીરા વિસ્તારમાં વિકાસને વેગ મળી રહ્યો છે. કંપનીઓના CSR ફંડ ( CSR Fund ) થકી આજુબાજુના ગામોમાં રોડ રસ્તા, પીવાના પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઇ રહી છે એમ જણાવી AMNS કંપની દ્વારા સુવાલી અને હજીરાગામના લોકોનું જીવનધોરણ સુધારવા માટે થઈ રહેલા વિવિધ વિકાસના કામો બદલ અભિનંદન પાઠવ્યા હતા, અને ગ્રામોત્થાનના ઉમદા હેતુને બિરદાવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : G7 summit: G7 કોન્ફન્સમાં PM મોદીને મળ્યા બાદ જસ્ટિન ટ્રુડોનો સ્વર બદલાયો, આપ્યું આ મોટુ નિવેદન..
તેમણે વધુમાં જણાવ્યું કે, AMNS કંપની દ્વારા દિકરીઓ અને મહિલાઓના ( Women ) સામાજિક- આર્થિક વિકાસને પ્રાધાન્ય આપવામા આવી રહ્યું છે. જેમાં હજીરા અને આસપાસના વિસ્તારની દીકરીઓ-મહિલાઓને ક્રેન ઓપરેટર ટ્રેનિંગ આપી આર્થિક રીતે પગભર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ૧૦૦ મહિલાઓને ક્રેન ઓપરેટર બનાવવાની નેમ કંપની દ્વારા લેવામાં આવી છે એ સરહાનિય છે.

Inauguration of various works in Suvali and Hazira villages of Choryasi Taluka Surat from the CSR fund of AMNS Company by the Minister of Forest Mukeshbhai Patel
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપ દેસાઇ, તા. પંચાયત પ્રમુખ તૃપ્તિબેન, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતCSR ફંડ સભ્યશ્રીઓ, AMNS કંપનીના અધિકારીઓ, વિવિધ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.