News Continuous Bureau | Mumbai
India Partition: ભારત અને પાકિસ્તાન વિભાજન સમયે લોકોને વેઠવી પડેલી યાતનાઓને નવી પેઢી સુધી પહોંચાડવા અને આઝાદીની ( Independence day ) કિંમત સમજાવતા ચિત્ર પ્રદર્શનનું આયોજન કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા કરવામાં આવ્યું છે.
ભારતનાં વિભાજન સમયે લોકોએ ભોગવેલી હાલાકી અને યાતનાઓને રજૂ કરતું ચિત્ર પ્રદર્શન ( Photo exhibition ) ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો ( Central Bureau of Communications ) દ્વારા સુરતમાં ( Surat ) “સમૃધ્ધિ” ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, નાનપુરામાં યોજવામાં આવશે.

India Partition A photo exhibition commemorating the suffering India went through at the time of partition, can be visited free of cost till this date.
આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરૂખ ખાને તેના ચાહકો સાથે કર્યું એવું કામ કે ત્યાં હાજર લોકો થઇ ગયા ખુશ, જુઓ વિડીયો
આ પ્રદર્શનમાં દેશનાં વિભાજન સમયે લોકોએ ભોગવેલી પીડા, તેમને કરેલા સંઘર્ષને વિવિધ ફોટોગ્રાફ્સ, તે સમયનાં અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચારો અને વિવિધ દસ્તાવેજોને અહીં પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શન તા.13નાં સવારે 11થી 6 તેમજ તા.14 અને 15 ઓગસ્ટનાં સવારે 10થી સાંજે 6 સુધી નાગરિકો માટે નિ: શુલ્ક ખુલ્લું રહેશે. આ પ્રદર્શન વધુમાં વધુ લોકો પરિવાર સાથે નિહાળે અને આપણા દેશ બાંધવોએ વેઠેલી યાતનાઓની જાણકારી મેળવે તેવી અપીલ ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ કરી છે.

India Partition A photo exhibition commemorating the suffering India went through at the time of partition, can be visited free of cost till this date.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.