News Continuous Bureau | Mumbai
Lok Sabha Elections: આગામી તા. ૦૭મી મે ના રોજ લોકતંત્રના સૌથી મોટા ઉત્સવ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. મતદાનના ( Voting ) દિવસે મતાધિકાર ધરાવતી દરેક વ્યકિત કોઈપણ વ્યાપાર, ધંધા, રોજગાર, ઔદ્યોગિક એકમો કે કોઈપણ સંસ્થામાં નોકરી કરતા હોય તો તેમને મતદાનના દિવસે સંવેતન રજા આપવાની રહેશે.
જેથી ગુજરાત દુકાનો અને વાણિજ્ય સંસ્થા અધિનિયમ- ૨૦૧૯, કારખાના અધિનિયમ – ૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ – ૧૯૯૬ તથા કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ – ૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા – સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા – ૧૯૫૧ની કલમ ૧૩૫ (બી)ની જોગવાઈ અનુસાર સવેતન રજા ( paid leave ) આપવાની રહેશે તથા શ્રમયોગીઓના ( employees ) પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં.
જે શ્રમયગોઓની ગેરહાજરીથી જોખમ ઉભું થવાના સંજોગો-શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં ( employment ) મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમય દરમ્યાન ત્રણથી ચાર કલાકના સમયગાળાની વારા-ફરતી સવેતન રજા ( Paid Leave ) આપવાની રહેશે.
આ સમાચાર પણ વાંચો : Godrej Appliances: ગોદરેજ અપ્લાયન્સિસે તેના ઈનોવેટીવ એન્ટી લીક સ્પ્લિટ એર કન્ડિશનર ટેકનોલોજી માટે પેટન્ટ જીતી
જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈને વિરૂધ્ધનું વર્તન કરશે તો ઉક્ત અધિનિયમની જોગવાઈઓ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે મતદાન કરવા માટેની રજા ન મળે તે કિસ્સામાં જિલ્લાના નોડલ અધિકારીશ્રી – માઈગ્રેટરી ઈલેક્ટર્સનો સંપર્ક સાધવા (૧) ઔધોગિક સંસ્થા માટે – સંયુક્ત નિયામકશ્રી, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, જિલ્લા સેવા સદન – ૨, બી/૬, અઠવાલાઈન્સ, સુરત ફોન. નં (૦૨૬૧) ૨૬૫૩૫૦૨ (૨) દુકાન અને વાણિજ્ય સંસ્થા માટે – મુખ્ય દુકાનધારા નિરીક્ષક (૦૨૬૧) ૨૪૨૩૭૫૧ – ૫૬ એક્સ નં. ૨૩૯, તથા મો. નં. ૯૮૭૯૧૧૪૫૦૨ (૩) લેબર ઓફિસર, નાયબ શ્રમ આયુક્તની કચેરી, એ/6, બહુમાળી મકાન, નાનપુરા, સુરત (૦૨૬૧) – ૨૪૬૩૪૨૫ પર સંપર્ક કરવા નોડલ ઓફિસર – માઈગ્રેટરી ઈલેક્ટર્સ અને નાયબ શ્રમ આયુક્ત સુરતના એમ.સી.કારીયાની યાદીમાં જણાવ્યું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.