News Continuous Bureau | Mumbai
Surat Rainfall : સુરત જિલ્લામાં ( Surat ) છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની વિગતો જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં ૨૨૬૨ મી.મી., ઓલપાડમાં ૧૦૦૯ મી.મી., કામરેજ ( Kamrej ) તાલુકામાં ૧૩૨૯ મી.મી., ચોર્યાસી તાલુકામાં ૧૩૪૧ મી.મી., પલસાણા તાલુકામાં ૧૪૮૭, બારડોલીમાં ૧૪૧૬ મી.મી., મહુવામાં ૧૫૨૭ મી.મી., માંગરોળમાં ૧૭૨૧, માંડવીમાં ૧૨૮૭ મી.મી., સુરત સીટીમાં ૧૪૧૯ મી.મી. વરસાદ ( Rain ) નોંધાયો છે.
જયારે આ વર્ષે તા.૩૦મી જુન ૨૦૨૪ના રોજની સ્થિતિએ છેલ્લા દસ વર્ષમાં પડેલા વરસાદની સરેરાશ ટકાવારીએ જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં ૨૦૩ મી.મી. સાથે સિઝનનો ૮.૯૭ ટકા વરસાદ, ઓલપાડમાં ૩૧૭ મી.મી. સાથે ૩૧.૪૦ ટકા, કામરેજમાં ૨૫૪ મી.મી. સાથે ૧૯.૧૧ ટકા, ચોર્યાસી તાલુકામાં ૧૨૧ મી.મી. સાથે ૯.૦૨ ટકા, પલસાણામાં ૩૪૩ મી.મી. સાથે ૨૩.૦૬ ટકા, બારડોલીમાં ૨૭૬ મી.મી. સાથે ૧૯.૪૯ ટકા, મહુવામાં ૨૨૮ મી.મી. સાથે ૧૪.૯૩ ટકા, માંગરોળમાં ૨૨૩ મી.મી. સાથે ૧૨.૯૫ ટકા, માંડવીમાં ૧૨૮ મી.મી. સાથે ૯.૯૪ ટકા જયારે સુરત સિટીમાં ૨૬૨ મી.મી. સાથે ૧૮.૪૬ ટકા વરસાદ નોંધાયો હતો.
આ સમાચાર પણ વાંચો: Adani-Hindenburg Case: અમેરિકન નાણાકીય સંશોધન કંપની હિંડનબર્ગ રિસર્ચને હવે પાઠવી કારણ બતાવો નોટિસ; સેબીની મોટી કાર્યવાહી..
ગત ૨૦૨૩ના વર્ષની જુન મહિના દરમિયાન પડેલા વરસાદની વિગતો જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં ૨૬૫ મી.મી., ઓલપાડમાં ૯૧ મી.મી., કામરેજમાં ૩૧૫ મી.મી., ચોર્યાસી તાલુકામાં ૧૦૭ મી.મી., પલસાણામાં ૪૪૪ મી.મી., બારડોલીમાં ૫૨૩ મી.મી., મહુવામાં ૫૫૪ મી.મી., માંગરોળમાં ૨૦૮ મી.મી., માંડવીમાં ૩૪૪ મી.મી. જયારે સુરત સીટીમાં ૨૦૯ મી.મી. વરસાદ નોંધાયો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.