News Continuous Bureau | Mumbai
International Kite Festival: આગામી તા.૧૦મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ ( Adajan Riverfront ) બાજુના પ્લોટ, જુનો અડાજણ રોડ ખાતે સુરત ( Surat ) શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે પતંગ મહોત્સવનું ( Kite Festival ) આયોજન કરાયું છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ પૂર્વ તૈયારીઓ અને તેના સુચારૂ આયોજન અંગે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી.
રાજ્ય પ્રવાસન વિભાગ ( State Tourism Department ) અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પતંગ મહોત્સવને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એમ કહી મહોત્સવને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી. તા.૧૦મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ બાજુના પ્લોટ,જુનો અડાજણ રોડ ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેશે. પતંગબાજોને લઇને ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
આ મહોત્સવમાં દેશ-વિદેશના ૫૦ થી વધુ પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાના અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે.
આ સમાચાર પણ વાંચો : Malad Road widening: મલાડના આ ત્રણ રસ્તાઓ પર કરાયું આ મહત્ત્વપૂર્ણ કામ… હવે મળશે ટ્રાફિકમાં રાહત..
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, નિવાસી અધિક કલેક્ટરશ્રી વિજય રબારી, સીટી પ્રાંત સુરત નાયબ કલેક્ટરશ્રી વિ.જે.ભંડારી, મનપા નાયબ કમિશ્નરશ્રી ગાયત્રી જરીવાલા, સિનિયર પ્રવાસન અધિકારીશ્રી તુલસી હાંસોટી, માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.