News Continuous Bureau | Mumbai
International Yoga Day: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની ( CR Patil ) અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગર પાલિકા ( Surat Municipality ) આયોજિત ‘૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી કરાઇ હતી. ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ પર આધારિત ઉજવણીમાં આશરે ૬૦૦ લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. સાથે જ સ્વસ્થ જીવન માટે નિયમિત યોગાભ્યાસ કરવા સૌ સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા.

International Yoga Day was celebrated on the theme ‘Yoga for Self and Society’ at the historic fort of Surat under the chairmanship of Union Water Power Minister CR Patil.
‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગનું ( Yoga ) મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી મોદીએ ( Narendra Modi ) વિશ્વના ૧૭૬ દેશોમાં યોગનો પ્રચાર કર્યો છે. જેથી યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળી છે. વધુમાં મંત્રીશ્રીએ યોગને સ્વસ્થ જીવનનો મૂળમંત્ર ગણાવતા લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી
આ પ્રસંગે સુરતના ( Surat ) સાંસદશ્રી મુકેશ દલાલ, સ્થાયી સમિતિ ચેરમેનશ્રી રાજન પટેલ, માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશ પટેલ, શહેર પક્ષ પ્રમુખશ્રી નિરંજન ઝાંઝમેરા, શાસક પક્ષ નેતા શશિબેન ત્રિપાઠી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
International Yoga Day was celebrated on the theme ‘Yoga for Self and Society’ at the historic fort of Surat under the chairmanship of Union Water Power Minister CR Patil.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.