News Continuous Bureau | Mumbai
- આઇ.ટી.આઇ-મજુરા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
- ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દીના વિવિધ વિકલ્પો અંગે તલસ્પર્શી સમજ અપાઈ
ITI Majura: સુરત જિલ્લામાં સમગ્ર શિક્ષા–ગાંધીનગર પ્રરિત ૫૪ વોકેશનલ શાળાઓ કાર્યરત છે. સમગ્ર શિક્ષાના ભાગરૂપે જિલ્લા માર્ગદર્શન કેન્દ્ર, આઈ.ટી.આઈ. તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે વોકેશનલ શાળાઓમાં તા.૧૬ થી ૧૮ જાન્યુ. દરમિયાન ત્રિદિવસીય કારકિર્દી માર્ગદર્શન સેમિનારો યોજાશે, જે સંદર્ભે મજુરા આઈ.ટી.આઈ. ખાતે પ્રથમ દિને નેશનલ કરિયર સર્વિસ સેન્ટર ફોર SC/ST અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો, જેમાં ધો. ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દીના વિવિધ વિકલ્પો અંગે તલસ્પર્શી જાણકારી આપવામાં આવી હતી.

ITI Majura Guidance on career options for students of Std. 9 to 12 in Surat district, seminar at ITI Majura..
આ સમાચાર પણ વાંચો: SVAMITVA Scheme: 18 જાન્યુઆરીના સુરતના 18 ગામના આટલા મિલકતધારકોને મળશે પ્રોપર્ટી કાર્ડ, ડ્રોન ટેકનોલોજીથી થશે વિતરણ

ITI Majura Guidance on career options for students of Std. 9 to 12 in Surat district, seminar at ITI Majura..
ITI Majura: સેમિનારમાં શ્રી ડાએટ પ્રોજેક્ટ કોઓર્ડીનેટર જીતુભાઈ જોશી, બ્લોક રિસોર્સ કોઓર્ડીનેટર શ્રી પરેશભાઈ ટંડેલ, ડિસ્ટ્રીકટ રિસોર્સ પર્સન ખુશીબેન પાંડે અને રતિ પટેલ, દિવ્યેશ પટેલ, શ્રી નિતેશભાઈ ત્રિપાઠી(રોજગારી કચેરી), સ્વાતિબેન થાળેએ વિદ્યાર્થીઓને આધુનિક યુગમાં ઉભરતા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કારકિર્દી ઘડવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
નેશનલ કરિયર સર્વિસ સેન્ટરના અધિકારી શ્રી ડો.અમનદીપ સિંગ, વિનોદ વિલ્લત અને શ્રી જગદીશપ્રસાદ જાદવે સમગ્ર કાર્યકમનું સંચાલન કર્યું હતું.

ITI Majura Guidance on career options for students of Std. 9 to 12 in Surat district, seminar at ITI Majura..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.