News Continuous Bureau | Mumbai
Surat: માં ભોમને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની પૂણ્યતિથિએ ૨૩મી માર્ચે દેશમાં શહીદ દિવસની ( Martyr’s Day ) ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શહીદોની અમરગાથા યાદ કરતા રત્નકલાકારોએ ( Jewelers ) તેમને રક્તાંજલિ અર્પી હતી. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેન્ક તથા ડાયમંડ કંપનીઓ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં ૫૨૩ યુનિટ રકત એકત્ર કરીને રત્નકલાકારોએ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Jewellers’ Tribute to Martyrs’ Day, This Unique Tribute to Martyrs
સુરત શહેરના વરાછા વિસ્તારની માતાવાડી સ્થિત નીલમાધવ ઈમ્પેક્ષ ખાતે સવારથી જ રત્નલાકારોએ રકત ( blood donation ) આપવા માટે લાઇનો લગાવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં રક્તની માંગને પહોંચી વળવા સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી રોયલ ઇમ્પેક્ષ – નીલમાધવ ઈમ્પેક્ષ સહિત ધનલક્ષ્મી ડાયમંડ, શેખડા એક્સપોર્ટ, ગોરસીયા બ્રધર્સ, એચ.એચ.ડી.જેમ્સ, એ.એસ.કુમાર જેમ્સ, ડી.પી.ઈન્સ્યોરન્સ, લિટલ સ્ટાર હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી અહીં કામ કરતા રત્નકલાકારોએ દેશના વીરોની સ્મૃત્તિમાં રક્તદાન કર્યું હતું. દેશભક્તિના સંગીતમય માહોલ વચ્ચે રત્નકલાકારો સહિત સેવાભાવી વ્યક્તિઓ ઉમળકાભેર રક્તદાન ( Maharaktadan camp ) માટે આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેંકના ( blood bank ) હેડ શ્રીમતી અંકિતા શાહના માર્ગદર્શનમાં ૫૨૩ યુનિટ રક્ત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલને અર્પણ કરાયું હતું.

Jewellers’ Tribute to Martyrs’ Day, This Unique Tribute to Martyrs
આ સમાચાર પણ વાંચો : Election Campaign: ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણ અને પ્રકાશન પર નિયંત્રણ રાખવા અંગે આ જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું
આ પ્રસંગે રિટાયર્ડ આર્મી ઓફિસર્સ અને સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળના ઓફિસર્સ સહિત અગ્રણીઓ, ડાયમંડ યુનિટના માલિકો, રત્નકલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

Jewellers’ Tribute to Martyrs’ Day, This Unique Tribute to Martyrs
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.