News Continuous Bureau | Mumbai
Surat ITI Kaushal Dikshant Ceremony: રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત રોજગાર અને તાલીમ, નિયામકની કચેરી-ગાંધીનગર હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા- ITI ( Surat ITI ) , મજૂરા ગેટ, સુરત ખાતે આજે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાશે. જેમાં એન્જિનીયરીંગ/નોન એન્જિનીયરીંગ વિવિધ ટ્રેડમાં (કોસ્મેટોલોજી, કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફેશન ડિઝાઇન ટેકનોલોજી, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, સોલાર ટેકનિશીયન, ડ્રાફટસમેન સિવીલ, સર્વેયર, ઇલેકટ્રીશ્યન, ઇલેક્ટ્રોનિક મિકેનીક, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનીક કેમિકલ પ્લાન્ટ વગેરે) ટ્રેડ શરૂ છે.
સંસ્થામાં ( Kaushal Dikshant Ceremony ) જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓ, અતિથિ-મહાનુભાવો દ્વારા ૨૫૦૦થી વધુ તાલીમાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાશે. તેમજ કાર્યક્રમ દરમિયાન ભવિષ્યમાં ઉદ્યમી સાહસિકતા, એપ્રેન્ટિસ યોજના અને રોજગારી પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરાશે એમ ITI સુરતના ( Surat ITI Kaushal Dikshant Ceremony ) આચાર્યની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi Kanaka Raju : પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુસ્સાડી નર્તક કનક રાજુનું થયું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.