Khelo India: સુરતમાં ફૂટબોલ એસોસિએશન દ્વારા વુમન ફુટબોલ લીગનું આયોજન…. સાથે ‘ખેલો ઈન્ડિયા’નું કિક ઓફ

Khelo India: અંડર-૧૫, અંડર-૧૭ વુમન ફુટબોલ ચેમ્પિયનશિપ લીગને કીક ઓફ કરી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકાઈ

Khelo India Football Association organizes Women's Football League in Surat.... Kick-off of 'Khelo India'

News Continuous Bureau | Mumbai

Khelo India: ભારત સરકાર પ્રેરિત ‘ખેલો ઈન્ડિયા’નું કિક ઓફ થયું છે. સુરત ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસો. દ્વારા સુરત-નેરથાણના ફાઉન્ટન હેડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત વુમન ફુટબોલ લીગનો શુભારંભ થયો હતો. ‘ખેલો ઈન્ડિયા’ અંતર્ગત ભારત સરકારના મહિલા રમત વિકાસ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ઓલ ઈન્ડિયા ફુટબોલ એસો.ના નેજા હેઠળ આયોજિત આ લીગ ચેમ્પિયનશીપમાં અંડર ૧૫ વયજૂથ અને અંડર-૧૭ વયજૂથમાં ૬ ટીમો ભાગ લઈ રહી છે. 

Join Our WhatsApp Community

Football Association organizes Women's Football League in Surat.... Kick-off of 'Khelo India'

આ સમાચાર પણ વાંચો :Ukraine Russia War: યુક્રેનના ઝાપોરિઝિયામાં રશિયાએ મિસાઇલ છોડી, આટલા લોકોના મોત; જુઓ વિડીયો..

Khelo India:  ઉદ્દઘાટન સમારોહમાં સાંસદ મુકેશભાઈ દલાલ, ઓલ ઈન્ડિયા બીચ સોકર કમિટિ અને વાઈસ પ્રેસિડન્ટ અને ગુજરાત સ્ટેટ ફુટબોલ એસો.ના ઉપાધ્યક્ષ જિજ્ઞેશ પાટીલ, વોર્ડ નં.૯ના કોર્પોરેટર અને મનપાના પાણી સમિતિના ઉપાધ્યક્ષ કુણાલ સેલ૨, સુરત ડિસ્ટ્રીકટ ફુટબોલ એસો.ના સેક્રેટરી કમલેશ સેલર, હેમુભાઈ રાંદેરિયા સહિત અગ્રણીઓ, ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટના કન્વીનર વિશાલ સેલર, અનંતભાઈ સારંગ અને સમીર વ્યાસે ટુર્નામેન્ટની વિગતો આપતા જણાવ્યું કે, આ લીગમાં ભાગ લેનાર ટીમો દરેક વૈકલ્પિક દિવસોમાં હોમ અને ડબલ લીગથી દરેક ટીમ ૧૦ મેચ રમશે. ચેમ્પયન ટીમને કેન્દ્ર સરકારની સ્પોર્ટસ ઓથોરિટી તરફથી રૂા.૫૦,૦૦૦/- અને રનર્સઅપ મહિલા ટીમોને રૂા.૩૦,૦૦૦/- ના ઈનામ અર્પણ કરવામાં આવશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version