News Continuous Bureau | Mumbai
Surat: નાગરિકોમાં રક્તપિત્ત રોગ ( Leprosy ) અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ ( State Health Department ) દ્રારા રાષ્ટ્રિય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ ( National Leprosy Eradication Programme ) અંતર્ગત સમગ્ર રાજયની સાથે સુરત જિલ્લામાં આગામી તા.૦૧/૦૧/૨૦૨૪થી તા.૧૯/૦૧/૨૦૨૪ના રોજ (મમતા દિવસ અને જાહેર રજા સિવાય) દરમિયાન “લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન (LCDC)“ યોજાશે. જેમાં આશા વર્કર બહેનો અને ફીલ્ડ લેવલ વોલેંટીયર (પુરુષ) દ્વારા ઘરે ઘરે મોજણી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે.
સુરત જિલ્લામાં કેમ્પેઈન ( Campaign ) દરમિયાન કુલ ૧૨૮૦ ટીમ દરેક ગામડાઓમાં બે વર્ષથી વધુની ઉંમરના તમામ વ્યક્તિઓની પ્રત્યેક ઘરની મુલાકાત લઇ રક્તપિત અંગે લોકોમાં જાગૃતા લાવી ઘરના તમામ સભ્યોની રક્તપિત અંગે શારીરીક તપાસ કરવામાં આવશે. તેમજ રક્તપિતના શંકાજનક દર્દીઓને શોધી કાઢી, નિદાન કરી તરત જ સારવાર આપવામાં આવશે.
નોંધનીય છે કે, સુરત જિલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણ દર ડિસેમ્બર-૨૦૨૩ના અંતે સુધીના આંકડા પ્રમાણે ૧૦,૦૦૦ની વસ્તીએ ૦.૬૦ અને જ્યારે ગુજરાત રાજ્યનો રક્તપિત રોગનો પ્રમાણ દર દસ હજારની વસ્તીએ ૦.૩૯ છે. વડોદરા, પંચમહાલ, નર્મદા, મહીસાગર, સુરત, વલસાડ, છોટાઉદેપુર, દાહોદ જિલ્લાઓમાં ડિસેમ્બર-૨૦૨૩ અંતિત ૮ હાઈએન્ડેમિક રોગનું પ્રમાણ દર ૧ કરતા નીચે લાવી એલીમીનેશનનું ધ્યેય હાંસલ કર્યું છે. તાપી, નવસારી, ડાંગ અને ભરૂચ જિલ્લામાં અત્યારે ૪ હાઈએન્ડેમિક રક્તપિત રોગનું પ્રમાણદર ૧ કરતા વધુ છે.
ધણાં સમય સુધી રક્તપિતને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો. પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બન્યું છે. કેટલાક લોકો માને છે કે, આ રોગ સ્પર્શ કરવાથી ફેલાય છે. જોકે આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત સ્પર્શ કરવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી કે સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી. રક્તપિત્ત વારસાગત નથી કે પૂર્વજન્મના પાપ કે શાપનું ફળ નથી. પરંતુ આ રોગ ઉધરસ અને છીક દ્વારા ફેલાય છે.
રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્રારા વર્ષોથી રક્તપિતને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળ બાદ વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન રક્તપિતના વણશોધાયેલ દર્દીઓ શોધવા એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઈન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવી હતી.
જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્રારા ઘરે-ઘરે તપાસ કરી રક્તપિત નવા દર્દી શોઘીને ત્વરીત બહુ ઔષઘિય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુકત કરવાનું કાર્ય કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Income Tax Returns 2023-24: વર્ષના અંત પહેલા પ્રથમ વખત આટલા કરોડથી વધુ લોકોએ કર્યું આવકવેરા રિટર્ન ફાઈલ .. જાણો વિગતે…
સુરત જિલ્લામાં છેલ્લા છ વર્ષમા ૩૬ જેટલી રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરી દર્દીઓની વિકૃતિ દૂર કરી છે. સુરતમાં વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૩-૨૪ (ડીસેમ્બર-૨૦૨૩ અંત) સુધીમા અનુક્રમે રક્તપિતના કારણે પગમાં બધીરતા ધરાવતાં કુલ-૬૧૦૧ રક્તપિતગ્રસ્તોને માઈક્રો સેલ્યુલર રબર શુઝ (એમ.સી.આર.) વિતરણ કરવામાં આવ્યું છે. જેના કારણે પગમાં બધીરતા ધરાવતાં રક્તપિતગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર)થી બચાવી શકાય છે.
આવો જાણીએ રક્તપિત શું છે?
રક્તપિત માઈક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈપણ ઉમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિને થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિ થી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઅઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ/અપંગતા અટકાવી શકાય છે.
રક્તપિત રોગના ચિન્હો- લક્ષણો
(૧) શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું.
(૨) જ્ઞાનતંતુ ઓ જાડા થવા તેમજ તેમા દુ:ખાવો થવો.
રક્તપિતના દર્દીને સારવાર કયાંથી મળે?
રક્તપિત કોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર પ્રાથમિક આરોગય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ, ખાતે એમ.ડી.ટી. (મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ) બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.